કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૮. ઠામ
Jump to navigation
Jump to search
૮. ઠામ
નલિન રાવળ
ચાંદો, તારા, તમરાં ચૂપ,
માળે ડૂબી ઘુવડ-ઘૂક,
પાને પાને પોઢી રાત,
તળાવ જંપ્યું કહેતાં વાત.
બાંધી લીલી તરણાં ઝૂલ
ઝૂલતાં લેટ્યાં ફૂલે ફૂલ,
ઠંડો ધીરો વ્હેતો વા
મીઠા કો હૈયાની હા.
ફરતું ફરતું શમણું એક,
આવ્યું વગડે અહીંયાં છેક;
થાક્યું પાક્યું બોલ્યું ‘રામ!
સૂવા માટે જોઈએ ઠામ.’
ટ્હૌકી ઊઠી ફૂલ-સુવાસઃ
‘આવો, દઉં અંતરમાં વાસ!’
(અવકાશપંખી, પૃ. ૧૫)