કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/કપૂર
Jump to navigation
Jump to search
૧. કપૂર
જેમ રે કપૂર જાય છે ઊડી
સુરભિત શ્વાસે શ્વાસે,
અંતર મારું જાય રે ઊડી
ગગને કોઈની પાસે!
મનની મારી મેડીએ ખુલ્લાં
દ્વાર છે ચાર દિશાએ;
અંતર આતુર આતુર કોઈ
અતિથિની આશાએ!
દિવસે ઊગે સૂરજરાણા,
રાતે ખીલે ચંદ;
દિવસ-રાતને ઝૂલણે ઝૂલે
કોઈ નિગૂઢ આનંદ!
(‘પદ્મા’, ૧૯૫૬, પૃ. ૧૭)