કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૨૨. આવો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૨. આવો

ઘરે આવો પાછા, સમજણ લઈને સફરની
ઘરે પાછા આવો; ગમગીન બનીને સફરને
ન લંબાવો! પંથે ક્ષિતિજ ઢળતી જોઈ સતત
અને સંભારીને સતત નમતી વેળ... અટકો!

ન શું ફૉરી ઊઠે ઘર, ફળિયું ને ગામ સમણે?
વસેલાં હૈયાંની નિકટ ધૂળિયા પંથ સીમના.
અને માળે બાંધ્યા કલરવભર્યું ખેતર ઊડે
નહીં શ્વાસે શ્વાસે – સ્મરણ બનીને? પંથ તમને
કદીયે ના ચીંધે નીરવ રવનું ગાન નભનુંઃ
અહીં શેઢે બેસી નિત નીરખતાં જે ભળકડે?
વળી સંધ્યાટાણે ધણ રણકતું ઝાલર સમું
વળે ખીલે પાછું... વિવશ ન કરે કોઈ તમને?

આવો ત્યારે કહીશ નહીંઃ આવો, પધારો અતિથિ!
— ઊભી હું તો અગણિત યુગોથી અહીં રાહ જોતી!


૧૯૭૦ (અંતરનું એકાંત, પૃ. ૯૪)