કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/જિંદગી
Jump to navigation
Jump to search
૪૨. જિંદગી
કઠપૂતળીનો નાચ
જિંદગી કઠપૂતળીનો નાચ.
ક્યાંક અરીસા, ક્યાંક પ્રતિબિંબ, ક્યાંક બટકણા કાચ.
હું નાચું પણ કોઈ નચાવે,
કોઈ નચાવે ને હું નાચું;
ચારે બાજુ બંધન બંધન
મુક્તિધામને મનથી યાચું
હું સાવ અજાણી લિપિ
વિધાતા! આંખ ખોલીને વાંચ.
— જિંદગી કઠપૂતળીનો નાચ.
સૂરના કંટક એવા વાગે
જંજીર જેવાં ઝાંઝર લાગે
ભ્રમણાની આ દુનિયા
એમાં શું ખોટું શું સાચ
— જિંદગી કઠપૂતળીનો નાચ.
પ્રેમની શીતળ શીતળ છાયા
પણ રૂપરૂપની સહુને માયા
પ્રાણ મૂંગો ને કાયા બોલે
અહીં અગ્નિ ને આંચ
— જિંદગી કઠપૂતળીનો નાચ.
૩-૭-૧૯૮૬(કાવ્યસૃષ્ટિ, પૃ. ૮૭૨-૮૭૩)