કુંવરબાઈનું મામેરું/કડવું ૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૮


[ નાગરો દ્વારા થતી વૈષ્ણવ ભક્તની મજાક(ચેષ્ટા)ને વળ ચડાવીને ખરેખર તો કવિએ મહેતાની વિનયશીલતાનું ગૌરવ કર્યું છે.]

(રાગ ગોડી)
કૌતુક આ કળજુગનાં, વૈષ્ણવની ચેષ્ટા થાય રે;
વાંકાબોલી નાત નાગરી, સહેજે બોલે અન્યાય રે. કૌતુક૦          ૧

ભોજન કરવા મહેતાજી તેડ્યા, સાથે બહુ વેરાગી રે;
ટોળે મળી નાગરની નારી, જોઈજોઈ હસવા લાગી રે. કૌતુક૦          ૨

ધર્યાં તિલક, તુલસીની માળા, છાપાં અંગ વિરાજે રે;
‘વેવાઈનું રૂપ જુઓ, રે બાઈ! કંદર્પ સરીખો લાજે [1]રે. કૌતુક૦          ૩

મલ્હાર ગાશે નહાતી વેળા, વરસશે વરસાત રે;
પ્રસાદ કરતાં થાળ ગાશે, જમશે જાદવનાથ રે. કૌતુક૦          ૪

સ્નાન કરી નાગર સહુ બેઠા, જેને જેશું મળતું રે;
મહેતાજીને નાહવા કારણ જળ મેલ્યું કળકળતું [2]રે. કૌતુક૦          ૫

જેમ તેલ-કઢા તાતી ઉકાળી સુધન્વાને તળવા રે,
તેવું જળ વેવાણે મૂક્યું મહેતાજીને છળવા રે. કૌતુક૦          ૬

ઉષ્ણોદક દેખી મહેતાએ માગ્યું ટાઢું પાણી રે;
મર્મવચન મુખ મરડી બોલી કુંવરબાઈની જેઠાણી રેઃ કૌતુક૦          ૭

‘જો માગ્યા મેહ વરસે, મહેતાજી! તો અમ પાસે શું માગો રે?’
બાજઠે બેઠાં તાળ મગાવી, બોલ હૃદેમાં વાગ્યો રે. કૌતુક૦          ૮

સ્મરણ માંડ્યું શામળિયાનું, આલાપ્યો રાગ મલ્હાર રે;
નાગરલોક સહુ જોવા મળિયા, બોલે વ્યંગ વિચાર રે. કૌતુક૦          ૯




  1. કંદર્પ(કામદેવ) જેવો પણ નરસિંહના રૂપ આગળ શરમાય, ભોંઠો પડે– એવો કટાક્ષ
  2. ઊકળતું