કૃતિકોશ/સંદર્ભ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સંદર્ભ

૧. સંદર્ભ : વ્યાપક, ૨. સંદર્ભ ઇતિહાસ



૧. ‘સંદર્ભ : વ્યાપક’માં (ઇતિહાસ સિવાયના) વ્યાપક સંદર્ભગ્રંથો, વિષયવિશેષ પરના જ્ઞાનલક્ષી ગ્રંથો છે. એમાં પિંગળ, અલંકાર જેવાં શાસ્ત્રો; અગત્યની માહિતી આપતા સર્વસંગ્રહો અને માહિતીસંગ્રહો સમાવિષ્ટ છે. માહિતીચયન સાહિત્યલક્ષી સ્રોતસંદર્ભો અને સહાયકસંદર્ભોમાંથી થયેલું હોવાથી મુખ્યત્વે સાહિત્યલક્ષી સંદર્ભો તેમજ (એ સંદર્ભોમાં આવતા લેખકોના અન્ય ક્ષેત્ર/વિષયલક્ષી) અન્ય સંલગ્ન સંદર્ભ ગ્રંથો અહીં છે. સ્વરૂપવિભાગોમાં જેમનું વર્ગીકરણ ગોઠવાયુું ન હોય એવાં પુસ્તકોને સમાવતા, આ કોશના છેલ્લા ખંડ ‘અન્ય : વ્યાપક’માં જાય એવાં પુસ્તકોમાંથી કેટલાંક ખૂબ મહત્ત્વનાં ને સંદર્ભ-ઉપયોગી પુસ્તકો આ વિભાગમાં સાચવી લીધાં છે એ અર્થમાં પણ આ વિભાગને ‘સંદર્ભઃવ્યાપક’ કહ્યો છે.
આ વિભાગનાં આવાં વ્યાપક મહત્ત્વનાં પુસ્તકોના વિષયો છે : ઇતિહાસ, ફિલસૂફી, ધર્મ, કળા, સંસ્કૃતિ, સમાજશાસ્ત્ર, રાજકારણ, પર્યાવરણ, પશુ-પંખી-વનસ્પતિ-સંદર્ભ, ભૂગોળ, પત્રકારત્વ, પિંગળ, શિક્ષણ, મુદ્રણ, દસ્તાવેજી સામગ્રીના ગ્રંથો, સચિત્ર ને ટૂંકા પરિચય આપતા વ્યક્તિપરિચય ગ્રંથો. સંદર્ભ માટેની ઉપયોગિતાને લીધે એ સૌ અહીં સમાવ્યા છે.
૨. ‘સંદર્ભ : ઇતિહાસ’માં સાહિત્યના ઇતિહાસો (વ્યાપક, સ્વરૂપલક્ષી, અન્ય ભાષામાંથી અનૂદિત) મુખ્ય છે. એ ઉપરાંત (સ્રોતસંદર્ભો આદિમાંથી મળેલા)રાજકીય તેમજ પ્રાદેશિક ઇતિહાસો, રંગભૂમિ, સંસ્કૃતિ, ધર્મ, શિક્ષણ આદિના ઇતિહાસો આ વિભાગમાં મળશે.



૧ સંદર્ભ : વ્યાપક
૧૮૫૧-૧૮૬૦
૧૮૫૬ રાસમાળા : ભા. ૧, ૨ (અંગ્રેજીમાં) – ફાર્બસ એલેકઝાંડર
૧૮૫૭ પિંગળપ્રવેશ – દવે નર્મદાશંકર ‘નર્મદ’
૧૮૫૮ રસપ્રવેશ – દવે નર્મદાશંકર ‘નર્મદ’
૧૮૫૮ અલંકારપ્રવેશ – દવે નર્મદાશંકર ‘નર્મદ’
૧૮૬૧-૧૮૭૦
૧૮૬૨ ગુજરાતી પિંગળ/દલપતપિંગળ – કવિ દલપતરામ
૧૮૬૨ મહારાજ લાયબલનો મોટો મુકદ્દમો કેસ – કરસનદાસ મૂળજી
૧૮૬૨ ઈરાનની તવારીખ – કાંગા બેરામજી ભીખાજી
૧૮૬૪ નામાર્થબોધ – કવિ હીરાચંદ કાનજી
૧૮૬૫ પીંગળાદર્શ – કવિ હીરાચંદ કાનજી
૧૮૬૭ મુંબઈનો ભોમિયો – દીવાનજી શંકરરામ દલપતરામ
૧૮૬૮ દેશી રાજ્ય અને મનુસ્મૃતિમાંનો રાજ્યનીતિસાર – ત્રિપાઠી મનઃસુખરામ
૧૮૬૯ કવિચરિત્ર – પંડિત ડાહ્યાભાઈ
૧૮૬૯ મુંબઈ યુનિવર્સિટી વિશે – મારફતિયા નગીનદાસ
૧૮૭૧-૧૮૮૦
૧૮૭૨ એશિયાખંડનું ભૂગોળ – ગંગાશંકર હરગોવિંદ
૧૮૭૪ મુંબઈનો બહાર – વાચ્છા રતનજી
૧૮૭૪ રાજ્યરંગ : ભા. ૧ [‘નર્મગદ્ય’-શાલેય-સંકલિત] – દવે નર્મદાશંકર ‘નર્મદ’
૧૮૭૬ રાજ્યરંગ : ૨ – દવે નર્મદાશંકર ‘નર્મદ’
૧૮૭૭ દેશી કારીગરીને ઉત્તેજનઃ ભા. ૧-૨ – કાંટાવાળા હરગોવિંદદાસ
૧૮૭૭ ભૂગોળવિદ્યા – જોશી મહાશંકર
૧૮૮૧-૧૮૯૦
૧૮૮૭ ગુજરાત સર્વસંગ્રહ – દવે નર્મદાશંકર ‘નર્મદ’
૧૮૮૭ કાઠિયાવાડ સર્વસંગ્રહ – દવે નર્મદાશંકર ‘નર્મદ’
૧૮૮૯ ઇંગ્રેજી ભણીને શું કરવું? – ભટ્ટ ચતુર્ભુજ
૧૮૯૦ સુરતની તવારીખ – પટેલ એદલજી બરજોરજી
૧૮૯૦ આસપાસ  પિંગળ કાવ્ય : ૧, ૨ – નરેલા પીંગળશી
૧૮૯૦ આસપાસ  રાજસ્થાન – (અનુ.) કારભારી ભગુભાઈ (અંગ્રેજી, ર્ક્નલ ટૉડ)
૧૮૯૦ આસપાસ  ગુજરાતી ગ્રંથો અને ગ્રંથકારો – જોશી મણિશંકર ગો.
૧૮૯૧-૧૯૦૦
૧૮૯૧ પારસી અટકો અને નામો – દેસાઈ સોરાબજી
૧૮૯૨ ચીન દેશ – ધાભર હોરમસજી
૧૮૯૩ સચિત્ર દેશી રમતો – મોદી છગનલાલ, પારેખ જીભાઈ
૧૮૯૪ કિલ્લે ડભોઈનાં પુરાતન કામો – મોદી છગનલાલ
૧૮૯૮ પારસી અટકો – કાગડ શાપુરજી
૧૮૯૯ બાળસ્વભાવ – વૈષ્ણવ ગંગાશંકર
૧૯૦૧-૧૯૧૦
૧૯૦૧ આસપાસ  કેળવણીનું શાસ્ત્ર અને તેની કળા : ભા. ૧-૨ – કાંટાવાળા હરગોવિંદદાસ
૧૯૦૨, ૦૫, ૦૭ રણપિંગળ : ભા. ૧, ૨, ૩ – દવે રણછોડભાઈ ઉદયરામ
૧૯૦૩ દુનિયાનો સૌથી પ્રાચીન ધર્મ : ૧ – ઝવેરી/ઘડિયાળી સાકરચંદ
૧૯૦૫ બાળકનું ગૃહશિક્ષણ – મહેતા શારદા
૧૯૦૬ મુસલમાનોની ચડતી-પડતી ઇતિહાસ – કાદરી મહેબૂબમિયાં
૧૯૦૬ ઈલિઝાબેથ રાણીનો સમય – પટેલ જીવાભાઈ
૧૯૦૮ સ્ત્રીઓની પરાધીનતા – પટેલ જીવાભાઈ
૧૯૧૧-૧૯૨૦
૧૯૧૧, ૧૨ લેન્ડોરના કાલ્પનિક સંવાદો : ભા. ૧, ૨ – દવે મોહનલાલ પાર્વતીશંકર
૧૯૧૨ ગુણીયલ ગુજરાત – ગિરધરલાલ જગજીવનદાસ
૧૯૧૩ શિક્ષણશાસ્ત્રનાં મૂળતત્ત્વો – ત્રિવેદી કમળાશંકર
૧૯૧૪ ભારતના મહાન પુરુષો : ભા. ૨ – ઝવેરી મગનલાલ
૧૯૧૫ હિંદુસ્તાન તથા યુરોપની પુરાણકથાઓની તુલનાત્મક સમીક્ષા – જોશીપુરા જયસુખલાલ
૧૯૧૭, ૧૮ વડોદરા રાજ્ય સર્વસંગ્રહ : ભા. ૧-૪ – દેસાઈ ગોવિંદભાઈ
૧૯૧૮ હિન્દુધર્મની બાળપોથી – ધ્રુવ આનંદશંકર
૧૯૧૯ તુલનાત્મક ધર્મવિચાર – યાજ્ઞિક મૂળશંકર
૧૯૧૯, ૧૯૨૨ પ્રાચીન જૈન લેખસંગ્રહ : ભા. ૧, ૨ – મુનિ જિનવિજયજી
૧૯૨૦ આસપાસ  અસલી સચિત્ર કોકશાસ્ત્ર – ઠક્કર વ્રજલાલ
૧૯૨૧-૧૯૩૦
૧૯૨૨ એશિયાની ઓળખાણ : ભા. ૧, ૨ – જોશી કલ્યાણરાય
૧૯૨૪ પ્રાચીન જાતિ અને જ્ઞાતિ : ભા. ૧, ૨ – જોશી બાલકૃષ્ણ
૧૯૨૫ હીપ્નોટીઝમ અથવા જીવતું વશીકરણ – ઝવેરી/ઘડિયાળી સાકરચંદ
૧૯૨૫ સોળ સુંદર ચિત્રો – રાવળ રવિશંકર
૧૯૨૬ ઈંગ્લેન્ડનું વહાણવટું – જોશી કલ્યાણરાય
૧૯૨૬ બાળજીવનમાં ડોકિયું – બધેકા ગિજુભાઈ
૧૯૨૭ ગુજરાતનું વહાણવટું – જોટે રત્નમણિરાવ
૧૯૨૭ કચ્છની રસધાર – નયગાંધી જયરામદાસ
૧૯૨૭ મોન્ટેસોરી પદ્ધતિ – બધેકા ગિજુભાઈ
૧૯૨૭ સ્ત્રીસ્વાતંત્ર્યવાદ [‘ઍથિક્સ ઑફ ફેમિનિઝમ’ આધારિત] – મહેતા સરોજિની
૧૯૨૭ હંગેરીનો તારણહાર – મેઘાણી ઝવેરચંદ
૧૯૨૭, ૧૯૨૮ નિઘંટુ આદર્શ – શાહ બાપાલાલ
૧૯૨૮ કચ્છના રસઝરણાં – કારાણી દુલેરાય
૧૯૨૮ ઇતિહાસ દિગ્દર્શન – ઠાકોર બલવંતરાય
૧૯૨૮ યુનાઈટેડ સ્ટેટ્‌સ – ઠાકોર બલવંતરાય
૧૯૨૮ ઈસ્લામની ઓળખ – માસ્તર કરીમ
૧૯૨૮ છંદોનિર્ણય – શાસ્ત્રી નરહરિ
૧૯૨૮ આપણું પ્રાચીન રાજ્યતંત્ર – યાજ્ઞિક મૂળશંકર
૧૯૨૮ ગુજરાતમાં ઐતિહાસિક સાધનો : ૧,૨ – દ્વિવેદી નર્મદાશંકર વલ્લવજી
૧૯૨૯ કચ્છજો નૂર – છાયા વ્રજલાલ
૧૯૨૯ ગુજરાતનું પાટનગર : અમદાવાદ – જોટે રત્નમણિરાવ
૧૯૨૯ રુદ્ર શિવ અને લિંગસંપ્રદાય – બૂચ ચંદ્રશંકર ‘સુકાની’
૧૯૨૯ બાળકની માગણી અને હઠ – મોડક તારાબહેન
૧૯૨૯ ઘરમાં મોન્ટેસોરી – મોડક તારાબહેન
૧૯૩૦ ન્યાયપ્રવેશક (સંસ્કૃત) – ધ્રુવ આનંદશંકર
૧૯૩૦ મિસરનો મુક્તિસંગ્રામ – મેઘાણી ઝવેરચંદ
૧૯૩૦ અભિનવ કામશાસ્ત્ર – શાહ બાપાલાલ
૧૯૩૦ તત્ત્વાર્થસૂત્ર – સંઘવી સુખલાલ ‘પંડિત સુખલાલજી’
૧૯૩૦ આસપાસ  અમદાવાદ શહેરની ભૂગોળ – મહેતા ગોકુલદાસ
૧૯૩૧-૧૯૪૦
૧૯૩૧ દુનિયાના ધર્મો – ઘારેખાન રંગનાથ
૧૯૩૧ ઐતિહાસિક કથામંજરી – જોશી અંબેલાલ
૧૯૩૧ લઘુ પિંગળ પ્રવેશ – વરતિયા ગણેશરામ
૧૯૩૨ પદ્યરચનાની ઐતિહાસિક આલોચના (પિંગળ) – ધ્રુવ કેશવલાલ
૧૯૩૨ શાક્ત સંપ્રદાય – મહેતા નર્મદાશંકર
૧૯૩૨ અર્વાચીન સાર્વજનિક પુસ્તકાલયો – વૈદ્ય વિજયરાય
૧૯૩૩ ઇતિહાસના ઓજસમાં – દવે મહાશંકર ‘ભારદ્વાજ’
૧૯૩૩ સ્યાદ્વાદમંજરી (સંસ્કૃત) – ધ્રુવ આનંદશંકર
૧૯૩૩ સત્યાગ્રહ : નિષ્ફળ ને નકામું શસ્ત્ર – યાજ્ઞિક ઈન્દુલાલ
૧૯૩૪ સમાજસુધારાનું રેખાદર્શન – ત્રિવેદી નવલરામ
૧૯૩૪ ગૃહપતિને – ભટ્ટ નૃસિંહપ્રસાદ ‘નાનાભાઈ ભટ્ટ’
૧૯૩૪ ગુજરાતની લગ્નવ્યવસ્થા અને કુટુંબસંસ્થા – મહેતા સરોજિની
૧૯૩૫ સિદ્ધસર સહસ્ત્રલિંગનો ઇતિહાસ – દવે કનૈયાલાલ
૧૯૩૬ ભારતવર્ષની સ્ત્રીઓની સંસ્કૃતિ અને રશિયન સ્ત્રીઓનો ભ્રષ્ટાચાર – પટેલ રતિલાલ
૧૯૩૬ અજંતાના કલામંડપો – રાવળ રવિશંકર
૧૯૩૭ કબીર સંપ્રદાય – ચાવડા કિશનસિંહ
૧૯૩૭ વડનગર – દવે કનૈયાલાલ
૧૯૩૮ રશિયા – ઓઝા ઉછરંગરાય
૧૯૩૮ સ્વતંત્ર જર્મની – ઓઝા ઉછરંગરાય
૧૯૩૮ વિશ્વદર્શન – કામદાર છોટાલાલ
૧૯૩૮ ગુલાબ – ગોળવાળા નરીમાન
૧૯૩૮ અવનવું આફ્રિકા – પટેલ છોટાભાઈ
૧૯૩૯ કચ્છની વનસ્પતિ – દીક્ષિત સુરેશ
૧૯૩૯ યુરોપની ભીતરમાં – ભટ્ટ ચંદ્રભાઈ
૧૯૩૯ એબિસિનિયા પર ઓથાર – ભટ્ટ ચંદ્રભાઈ
૧૯૩૯ વાઘેલાઓનું ગુજરાત – સાંડેસરા ભોગીલાલ
૧૯૪૦ પગદીવાની પછીતેથી – દલાલ જયંતી
૧૯૪૦ ભારતીય શિલ્પ અને સ્થાપત્ય – દેસાઈ હરિપ્રસાદ
૧૯૪૦ એશિયાની ભીતરમાં – ભટ્ટ ચંદ્રભાઈ
૧૯૪૦ ગોમટેશ્વર – મકાતી નાગકુમાર
૧૯૪૦ વડોદરા – મકાતી નાગકુમાર
૧૯૪૦ આસપાસ  ષોડશ ગ્રંથો – તેલીવાળા મૂલચંદ્ર
૧૯૪૦ આસપાસ  ગુજરાતી સાહિત્ય સુવર્ણમહોત્સવ – દવે જયંતકૃષ્ણ
૧૯૪૧-૧૯૫૦
૧૯૪૧ ગુજરાતી કવિતાની રચનાકળા[પિંગળ] – ખબરદાર અરદેશર
૧૯૪૧ તત્ત્વજિજ્ઞાસા – પરીખ રસિકલાલ
૧૯૪૧ ઋગ્વેદકાળનાં જીવન અને સંસ્કૃતિ – વૈદ્ય વિજયરાય
૧૯૪૧ કાઠિયાવાડના ઘડવૈયા – વર્મા નિરંજન
૧૯૪૧ પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના – સાંડેસરા ભોગીલાલ
૧૯૪૨ ભારતનાં જૈનતીર્થો અને તેનાં શિલ્પસ્થાપત્ય – નવાબ સારાભાઈ
૧૯૪૨ ગુજરાતી અટકોનો ઇતિહાસ – નીલકંઠ વિનોદિની
૧૯૪૨ આપણાં લગ્નગીતો – બુદ્ધ ધૈર્યચન્દ્ર
૧૯૪૨ ઐતિહાસિક સંશોધન – શાસ્ત્રી દુર્ગાશંકર
૧૯૪૩ પિરામીડની છાયામાં – શુક્લ ચંદ્રશંકર
૧૯૪૩ - ૪૯ અપ્સરા : ભા. ૧ થી ૫ – દેસાઈ રમણલાલ
૧૯૪૪ સામ્યવાદ સિદ્ધાંત – ગાંધી ભોગીલાલ
૧૯૪૪ પુરાણનાં પાત્રો – તન્ના રતિલાલ
૧૯૪૪ જેસલમેરની ચિત્રસમૃદ્ધિ – પુણ્યવિજયજી મુનિ
૧૯૪૪ ગગનને ગોખે [આકાશદર્શન] – પરમાર જયમલ્લ (+ વર્મા નિરંજન)
૧૯૪૫ જગતમાં જાણવા જેવું – કામદાર છોટાલાલ
૧૯૪૫ ગુજરાતનુું ઘડતર – દેસાઈ રમણલાલ
૧૯૪૫ માનવ અર્થશાસ્ત્ર – પરીખ નરહરિ
૧૯૪૫ ભોજ અને કાલિદાસ – પંડ્યા લક્ષ્મીનારાયણ
૧૯૪૫ હિંદનાં નામાંકિત નરનારીઓ – પાઠક મુનિકુમાર
૧૯૪૫ પક્ષી પરિચય ગ્રંથાવલિ – વર્મા નિરંજન
૧૯૪૫ ઇતિહાસની કેડી – સાંડેસરા ભોગીલાલ
૧૯૪૫ પક્ષી પરિચય ગ્રંથાવલિ – પરમાર જયમલ્લ, વર્મા નિરંજન
૧૯૪૬ પુરાણોમાં ગુજરાત – જોશી ઉમાશંકર
૧૯૪૬ ગ્રીસ : ભા. ૧, ૨ – પંચોલી મનુભાઈ ‘દર્શક’
૧૯૪૬ રોમ – પંચોલી મનુભાઈ ‘દર્શક’
૧૯૪૬ કેળવણીની પગદંડી – ભટ્ટ નૃસિંહપ્રસાદ ‘નાનાભાઈ ભટ્ટ’
૧૯૪૬ જય ઇન્ડોનેશિયા – મેઘાણી મહેન્દ્ર
૧૯૪૭ વનવગડાનાં વાસી – આચાર્ય હરિનારાયણ
૧૯૪૭ સોવિયેત રશિયા – ગાંધી ભોગીલાલ
૧૯૪૭ ન્યૂ ઈન્ડિયા ફિલ્મ મ્યુઝિક ગાઈડ – દેબુ જહાંગીર
૧૯૪૭ કલાને ચરણે – દેસાઈ હરિપ્રસાદ
૧૯૪૭ કલાચિંતન – રાવળ રવિશંકર
૧૯૪૮ કહેવતો – ઠાકર શાંતિલાલ
૧૯૪૮ અલંકારાદર્શન [મ.] – કવિ દલપતરામ
૧૯૪૮ ગુલાબ અને કંટક – દેસાઈ રમણલાલ
૧૯૪૮ પ્રાચીન ગુજરાતી છંદો : એક ઐતિહાસિક સમાલોચના – પાઠક રામનારાયણ વિ.
૧૯૪૮ સબળ ભૂમિ ગુજરાત – રાયચુરા ગોકુલદાસ
૧૯૪૯ સોમનાથ – જોટે રત્નમણિરાવ
૧૯૫૦ ગુજરાતનાં પ્રાણીઓની સર્વાનુક્રમણી – આચાર્ય હરિનારાયણ
૧૯૫૦ વિશ્વની વિચિત્રતાઓ – કામદાર છોટાલાલ
૧૯૫૦ વિસનગરની કલા – દવે જિતેન્દ્ર
૧૯૫૦ ગુજરાતમાં નાગરોનું ફારસી ભાષા અને સાહિત્યનું ખેડાણ – નાયક છોટુભાઈ
૧૯૫૦ ભારતીય સંસ્કારો અને તેનું ગુજરાતમાં અવતરણ – શાસ્ત્રી દુર્ગાશંકર
૧૯૫૦ આકાશપોથી – પરમાર જયમલ્લ, વર્મા નિરંજન
૧૯૫૦ ગુલઝાર મુંબઈ [પારસીઓનું પ્રદાન] – શ્રોફ શાવકશા દાદાભાઈ
૧૯૫૦ નદીઓ-નગરો – મહેતા યશોધર
૧૯૫૦ આપણું કોશસાહિત્ય – મહેતા ભરતરામ
૧૯૫૦ આસપાસ  આફ્રિકાની મહાક્રાંતિ – જોશી પ્રાણશંકર
૧૯૫૦ આસપાસ  પાંચ હજાર વર્ષ પૂર્વેનું ગુજરાત – દ્વિવેદી મણિભાઈ
૧૯૫૧-૧૯૬૦
૧૯૫૧ વનવગડાનાં વસનારાં – દેસાઈ પ્રદ્યુમ્ન
૧૯૫૧ ઈસ્લામનો સુવર્ણયુગ – બારોટ ચુનીલાલ
૧૯૫૧ જગન્નાથપુરી અને ઓરિસાના પુરાતન અવશેષો – સાંડેસરા ભોગીલાલ
૧૯૫૧ ડાંગ પ્રદેશનો સર્વેક્ષણ અહેવાલ – દેસાઈ નીરુભાઈ
૧૯૫૨ ગુજરાતી પિંગળ : નવી દૃષ્ટિએ – પાઠક રામનારાયણ વિ.
૧૯૫૨ ગુજરાતની કીર્તિગાથા – મુનશી કનૈયાલાલ
૧૯૫૨ યરોડા આશ્રમ – યાજ્ઞિક ઈન્દુલાલ
૧૯૫૨ Date of Rgveda – માંકડ ડોલરરાય
૧૯૫૨ Puranic Chronology – માંકડ ડોલરરાય
૧૯૫૩ પિંગલ દર્શન – ત્રિવેદી ચિમનલાલ
૧૯૫૩ આપણો વારસો અને વૈભવ – પંચોલી મનુભાઈ ‘દર્શક’
૧૯૫૩ આપણી સંસ્કૃતિનાં કેટલાંક વહેણો – શાસ્ત્રી દુર્ગાશંકર
૧૯૫૩ સંસ્કૃત સાહિત્યમાં વનસ્પતિ – શાહ બાપાલાલ ન. ‘વૈદ્ય’
૧૯૫૪ ભારતીય સંસ્કૃતિ – દેસાઈ રમણલાલ
૧૯૫૫ આંગણાનાં પંખી : ભા. ૧, ૨ – જોધાણી મનુભાઈ
૧૯૫૫ આંગણાની તથા પાદરની વનસ્પતિ : ભા. ૧, ૨ – જોધાણી મનુભાઈ
૧૯૫૫ પાશ્ચાત્ય ફિલસૂફીની દૃષ્ટિએ શ્રી અરવિંદનું તત્ત્વજ્ઞાન – પાઠક પ્રાણજીવન
૧૯૫૫ બૃહત્‌ પિંગલ – પાઠક રામનારાયણ વિ.
૧૯૫૫ યોગાસનો – શુક્લ દામુભાઈ
૧૯૫૬ મહાકાવ્યોની કથા અને ગુજરાતનો ઇતિહાસ – કાપડિયા સુંદરલાલ
૧૯૫૬ બિબ્લિઓગ્રાફી ઑવ ઇંગ્લિશ સ્ટેજેબલ પ્લેયઝ – ચોક્સી મહેશ
૧૯૫૬ પાદરનાં પંખી : ભા. ૧, ૨ – જોધાણી મનુભાઈ
૧૯૫૬ દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનું ગમન અને પુનર્ગમન – દલાલ ચંદુભાઈ
૧૯૫૬ બાળકોને વાર્તા કેમ કહીશું? – ભટ્ટ મૂળશંકર મોહનલાલ
૧૯૫૬ મિસરનું પ્રાચીન સાહિત્ય – શુક્લ ચંદ્રશંકર
૧૯૫૭ વનવગડાનાં પંખી : ભા. ૧, ૨ – જોધાણી મનુભાઈ, જોધાણી વસંત
૧૯૫૭ પેટે ચાલનારાં પ્રાણીઓ – જોધાણી મનુભાઈ
૧૯૫૭ સૌરાષ્ટ્રનો ઇતિહાસ – દેસાઈ શંભુપ્રસાદ
૧૯૫૭ ગોવર્ધનરામનું સાલવારી જીવન અને સમકાલીન જીવન – પંડ્યા કાન્તિલાલ
૧૯૫૭ વડોદરા રાજ્યની સાહિત્યિક પ્રવૃત્તિઓ – મહેતા ભરતરામ (+ મહેતા ભાનુસુખરામ)
૧૯૫૭ ગુજરાત એક દર્શન – રાજગોર શિવપ્રસાદ
૧૯૫૭ પ્રકૃતિનાં લાડકવાયાં – વાસુ વિજયશંકર ‘વિજયગુપ્ત મૌર્ય’
૧૯૫૭ દર્શન અને ચિંતન : ભા. ૧, ૨ – સંઘવી સુખલાલ ‘પંડિત સુખલાલજી’
૧૯૫૭, ૫૮ ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની લડત : ૧-૩/૧-૫ – દલાલ ચંદુભાઈ
૧૯૫૮ વનવગડાની વનસ્પતિ : ભા. ૧, ૨ – જોધાણી મનુભાઈ (+ જોધાણી વસંત)
૧૯૫૮ ગુજરાતની રાજધાનીઓ – પરીખ રસિકલાલ
૧૯૫૮ અનુવાદની કળા – પારેખ નગીનદાસ
૧૯૫૮ ગૃહજીવનમાં સ્ત્રીનું સ્થાન – મહેતા સરોજિની
૧૯૫૮ રૂપપ્રદ કલા – ભટ્ટ માર્કન્ડ છગનલાલ
૧૯૫૯ રશિયાની કાયાપલટ – ગાંધી ભોગીલાલ
૧૯૫૯ સર્વોદય વિજ્ઞાન – ગાંધી ભોગીલાલ
૧૯૫૯ જ્ઞાનજ્યોત – પટેલ સોમાભાઈ વીરમદાસ
૧૯૫૯ વર્ણક-સમુચ્ચય – મહેતા રમણલાલ નાગરજી
૧૯૫૯ કચ્છનું સંસ્કૃતિ દર્શન – રાઠોડ રામસિંહજી
૧૯૫૯ ભારતીય તત્ત્વવિદ્યા – સંઘવી સુખલાલ ‘પંડિત સુખલાલજી’
૧૯૫૯ સૂફીમત – નાયક છોટુભાઈ
૧૯૬૦ કલામંદિરે – પુરાણી અંબાલાલ
૧૯૬૦ સૂચિકરણ સિદ્ધાંત – બારોટ ચુનીલાલ
૧૯૬૧-૧૯૭૦
૧૯૬૧ રાષ્ટ્રીય એકાત્મકતા – ગાંધી ભોગીલાલ
૧૯૬૧ કાર્ટુનની કથા – પટેલ જયંતીલાલ ‘રંગલો’
૧૯૬૧ પુરાવાસ્તુવિદ્યા – મહેતા રમણલાલ નાગરજી
૧૯૬૧ અવકાશની યાત્રા – વાસુ વિજયશંકર ‘વિજયગુપ્ત મૌર્ય’
૧૯૬૧ ભારતીય સંસ્કૃતિનો ઉદ્‌ગાર – કાલેલકર દત્તાત્રેય ‘કાકાસાહેબ’
૧૯૬૨ અભિનેય નાટકો – ઠાકર ધીરુભાઈ
૧૯૬૨ ગિરના ભીતરમાં – દેસાઈ પ્રદ્યુમ્ન
૧૯૬૨ ગુજરાતનાં જંગલી પ્રાણીઓ – દેસાઈ પ્રદ્યુમ્ન
૧૯૬૨ ભારતીય પ્રાચીન સંસ્કૃતિ – પટેલ અંબાલાલ વ.
૧૯૬૨ અભિલેખો – પરીખ પ્રવીણચન્દ્ર
૧૯૬૨ કલાદર્પણ – સ્માર્ત વાસુદેવ
૧૯૬૨ ગુજરાત પરિચય – દોશી બાબુલાલ
૧૯૬૩ ભારત પર ચીની આક્રમણ – ગાંધી ભોગીલાલ
૧૯૬૩ સમયરંગ – જોશી ઉમાશંકર
૧૯૬૩ રુદ્રમહાલય – ઠાકર પ્રેમશંકર
૧૯૬૩ સ્વરાજની લડતના તે દિવસો – દવે નાનુભાઈ
૧૯૬૩ ગુજરાતનું સાંસ્કૃતિક દર્શન – મહેતા કુંજવિહારી (+ શુક્લ રમેશ)
૧૯૬૩ સંગીત ચર્ચા – મહેતા રમણલાલ
૧૯૬૩ આપણાં ફૂલો – નાગોરી ઈસ્માઈલભાઈ
૧૯૬૪ પરદેશમાં ભારતીય સંસ્કૃતિ – દવે નાનુભાઈ
૧૯૬૪ મુસ્લીમોનો ધર્મ – નાગોરી ઈસ્માઈલભાઈ
૧૯૬૪ ભવાઈના વેશની વાર્તાઓ – મહેતા ભરતરામ
૧૯૬૫ પ્રાચીન અને અર્વાચીન ચીનની ભીતરમાં – દેસાઈ અંબેલાલ ગો.
૧૯૬૫ લાટપલ્લી લાડોલ – પટેલ આત્મારામભાઈ
૧૯૬૫ જૈનધર્મચિંતન – માલવણિયા દલસુખભાઈ
૧૯૬૬ શિક્ષણવર્ણન – ત્રિપાઠી સુમનરાય
૧૯૬૬ શિશુસહસ્ર નામાવલિ – પંડ્યા મૂળદેવ
૧૯૬૬ બ્રિટિશ પત્રકારત્વ – પંડ્યા વિષ્ણુ
૧૯૬૬ ઇતિહાસ બોલે છે – મહેતા વનલતા
૧૯૬૭ પુસ્તકાલય વિજ્ઞાન – શુક્લ તુષાર
૧૯૬૮ ગુજરાતનો ભવ્ય ભૂતકાળ – ગૌદાની હરિલાલ
૧૯૬૮ રમતાં રમતાં વિજ્ઞાન – ત્રિપાઠી સુમનરાય
૧૯૬૮ ગુજરાતને મળેલો શિલ્પ અને સ્થાપત્યનો વારસો – મહેતા રમણલાલ નાગરજી
૧૯૬૮ જગતની સંસ્કૃતિઓ – મોદી રજનીકાન્ત
૧૯૬૮ પ્રાચીન ભારતીય શિલ્પકળા અને સ્થાપત્ય – શાહ પ્રિયબાળા
૧૯૬૯ અમેરિકા આવું છે – એડનવાળા મીનુ
૧૯૬૯ ઈન્દિરાજી કયા માર્ગે? – ગાંધી ભોગીલાલ
૧૯૬૯ ઇતિહાસ સ્વરૂપ અને પદ્ધતિ – પરીખ રસિકલાલ
૧૯૬૯ આપણી નાગરજ્ઞાતિ અને આપણા બે મહત્ત્વના સંસ્કારો – પંડ્યા લક્ષ્મીનારાયણ
૧૯૬૯ નળસરોવરનાં પંખી – ભટ્ટ દિનકરરાય ‘મીનપિયાસી’
૧૯૬૯ પંખીજગત – ભટ્ટ દિનકરરાય ‘મીનપિયાસી’
૧૯૬૯ ગુજરાતના પારસીઓ – માર્શલ રતન
૧૯૬૯ આપણો સાંસ્કૃતિક વારસો – ગાંધી પરમાનંદ
૧૯૭૦ કચ્છ કથામૃત – કારાણી દુલેરાય
૧૯૭૦ શ્રેષ્ઠ શિકારકથાઓ – દેસાઈ પ્રદ્યુમ્ન
૧૯૭૦ ગાંધીજીની દિનવારી [૧૯૧૫-૧૯૪૮] – દલાલ ચંદુલાલ ભગુભાઈ
૧૯૭૧-૧૯૮૦
૧૯૭૧ પરદેશી પ્રવાસીની નજરે ભારત – ખન્ના કે.
૧૯૭૧ ઈઝરાયલ – પટેલ કેશવલાલ આત્મારામ
૧૯૭૧ રૂપસંહિતા – સ્માર્ત વાસુદેવ
૧૯૭૨ છાંદસી – કાલાણી કાન્તિલાલ
૧૯૭૨ પાથેય – ગાંધી ભોગીલાલ
૧૯૭૨ આપણા કસબીઓ – જાદવ જોરાવરસિંહ
૧૯૭૨ ગુજરાતી અધ્યાપનના સાંપ્રત પ્રવાહો – જોશી કનૈયાલાલ
૧૯૭૨ રાષ્ટ્રનો સ્વાતંત્ર્યસંગ્રામ અને ગુજરાત – દેસાઈ શાંતિલાલ
૧૯૭૨ અકબર ઍન્ડ હિઝ કોઈન્સ – પરીખ પ્રવીણચન્દ્ર
૧૯૭૨ સાર્ત્રનું તત્ત્વજ્ઞાન – બક્ષી મધુસૂદન
૧૯૭૨ નિઘંટુ અને નિરુક્ત – નાણાવટી રાજેન્દ્ર
૧૯૭૨ અશોક અને એના અભિલેખ – શાસ્ત્રી હરિપ્રસાદ
૧૯૭૨ મેસોપોટેમિયા સંસ્કૃતિ – બક્ષી ચંદ્રકાન્ત
૧૯૭૩ દ્વારકા સર્વસંગ્રહ – ગોકાણી પુષ્કર
૧૯૭૩ વિજ્ઞાનની વિભૂતિઓ : ભા. ૧ થી ૫ – જાની યોગેન્દ્ર
૧૯૭૩ ઇતિહાસ અને કેળવણી – પંચોલી મનુભાઈ ‘દર્શક’
૧૯૭૩ પુરાતત્ત્વ અને રામાયણ – સાંકળિયા હસમુખ
૧૯૭૩ લેખ્ય સૂચિ પરિચય – શુક્લ તુષાર
૧૯૭૩ ગુજરાતી બાઈબલનો ઇતિહાસ – ચૌહાન જયાનંદ ઈસુદાસ
૧૯૭૩ ગ્રીસની સંસ્કૃતિ – બક્ષી ચંદ્રકાન્ત
૧૯૭૪ કચ્છી પિરોલી – કારાણી દુલેરાય
૧૯૭૪ મુદ્રણશાસ્ત્ર – ઠક્કર પ્રવીણ
૧૯૭૪ ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધીનો લિપિવિકાસ – પરીખ પ્રવીણચન્દ્ર
૧૯૭૪ કાન્ટનું તત્ત્વજ્ઞાન – બક્ષી મધુસૂદન
૧૯૭૪ પ્રાચીન ભારતીય સામાજિક સંસ્થાઓ – બેટાઈ રમેશચંદ્ર
૧૯૭૪ લોકશાહીનું સ્વરૂપ – માવળંકર પુરુષોત્તમ
૧૯૭૪ હિંદુ મૂર્તિ વિધાન – શાહ પ્રિયબાળા
૧૯૭૪ ચીનની સંસ્કૃતિ – બક્ષી ચંદ્રકાન્ત
૧૯૭૫ સામાજિક ન્યાય : લોકશાહી અને ક્રાંતિ – ગાંધી ભોગીલાલ
૧૯૭૫ લોકજીવનનાં મોતી – જાદવ જોરાવરસિંહ
૧૯૭૫ પંખીમેળો : ભા. ૧, ૨ – દેસાઈ પ્રદ્યુમ્ન
૧૯૭૫ ભારતીય સંગીતનો વિકાસ – દોશી અમુભાઈ
૧૯૭૫ કલાસંસ્કાર – પરીખ નટુભાઈ
૧૯૭૫ છંદરત્નાવલી – પોપટ અજિત
૧૯૭૫ ભૂતકાળની ભીતરમાં – મહેતા રમણલાલ નાગરજી
૧૯૭૫ સંચય – મુનશી લીલાવતી
૧૯૭૫ અર્વાચીન ગુજરાતનું સાંસ્કૃતિક દર્શન [મ.] – વૈદ્ય વિજયરાય
૧૯૭૫ હર્ષકાલીન ભારતની સામાજિક અને ધાર્મિક સ્થિતિ – શાહ જયેશકુમાર
૧૯૭૫ ભારતીય દર્શનશાસ્ત્ર – સાવલા માવજી
૧૯૭૫ સનાતન સમસ્યાઓ : ફિલસૂફની આંખ – સાવલા માવજી
૧૯૭૫ સ્વાતંત્ર્ય આંદોલનોમાં રાસ – પટેલ ચંદ્રકાન્ત
૧૯૭૫ તિબેટ – શાહ પ્રિયબાળા
૧૯૭૫ ભારતીય દર્શન – સાવલા માવજી
૧૯૭૬ ગુજરાતની લોકસંસ્કૃતિ – જાદવ જોરાવરસિંહ
૧૯૭૬ સૂક્ત સુધા અને નિરુક્ત પરામર્શ – જાની રતિલાલ
૧૯૭૬ નૉબેલ સાહિત્યકારો – જેટલી કૃષ્ણવદન
૧૯૭૬ પરિન્દા ઈ બોસ્તા – દેસાઈ પ્રદ્યુમ્ન
૧૯૭૬ ઈસ્લામદર્શન – નાગોરી ઈસ્માઈલભાઈ
૧૯૭૬ ગ્રંથાલય – પંડ્યા નિપુણ
૧૯૭૬ વેદવ્યાસ અને મહાભારત – સાંડેસરા ઉપેન્દ્રરાય
૧૯૭૬ મહાભારત-અદ્યતન સંદર્ભમાં – સાંડેસરા ઉપેન્દ્રરાય
૧૯૭૬ ઇતિહાસ સંશોધન – જમીનદાર રસેશ
૧૯૭૬ પીળી ભોમકા – મહેતા ઉષાકાન્ત
૧૯૭૬ ગાંધીજીની દિનવારી (૧૮૬૯-૧૯૧૫) – દલાલ ચંદુલાલ ભગુભાઈ
૧૯૭૬ ઈજિપ્તની સંસ્કૃતિ – બક્ષી ચંદ્રકાન્ત
૧૯૭૭ દ્વારકા – ગોકાણી પુષ્કર
૧૯૭૭ ભાતીગળ ભોમકા કચ્છ – જોશી નરેન્દ્રકુમાર
૧૯૭૭ યુધિષ્ઠિર સમદર્શન – સાંડેસરા ઉપેન્દ્રરાય
૧૯૭૭ શકુંતલા અને સાવિત્રી – સાંડેસરા ઉપેન્દ્રરાય
૧૯૭૭ નીલ અને સમરહિલ – વ્યાસ હર્ષદ વિશ્વનાથ
૧૯૭૭, ૮૧ વિશ્વની અસ્મિત્તા : ૧, ૨ – દેવલુક નંદલાલ
૧૯૭૭ આસપાસ  સૌરાષ્ટ્રની અસ્મિતા – ગોકાણી પુષ્કર
૧૯૭૭ આસપાસ  ગુજરાતની અસ્મિતા – ગોકાણી પુષ્કર
૧૯૭૭ આસપાસ  વિશ્વની અસ્મિતા : ભા. ૧, ૨ – ગોકાણી પુષ્કર
૧૯૭૮ ઓખામંડળ : ઐતિહાસિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ – દવે સુરેશકુમાર
૧૯૭૮ ગાંધીજીની સત્યસાધના અને બીજા લેખો – પટેલ ચીમનલાલ ‘ચી. ના. પટેલ’
૧૯૭૮ સ્ત્રીની મનોમૂર્તિનું રૂપ – ભટ્ટ ઈલા
૧૯૭૮ ગુજરાતી પ્રકાશનનાં આગામી દશ વર્ષ – દાસ વર્ષા
૧૯૭૮ ગુજરાતના પ્રાચીન ઇતિહાસની સામગ્રી – શાસ્ત્રી હરિપ્રસાદ
૧૯૭૮ ધૃતરાષ્ટ્રનું શોકનિવારણ – સાંડેસરા ઉપેન્દ્રરાય
૧૯૭૯ લોકસંસ્કૃતિમાં પશુઓ – જાદવ જોરાવરસિંહ
૧૯૭૯ છંદપ્રવેશ – દલવાડી પૂજાલાલ
૧૯૭૯ વન્ય પ્રાણીસૃષ્ટિ – રામાનુજ કનૈયાલાલ
૧૯૭૯ ઇતિહાસવિમર્શ – પલાણ નરોત્તમ
૧૯૭૯ પુસ્તક પસંદગીના સિદ્ધાંતો – ભૈયા છગનલાલ
૧૯૭૯ પત્રકારત્વની પગદંડી – દેસાઈ ઈશ્વરલાલ ઈચ્છારામ
૧૯૮૦ ક્ષત્રપકાલનું ગુજરાત – જમીનદાર રસેશ
૧૯૮૦ કંપોઝ કળા – ઠક્કર પ્રવીણ
૧૯૮૦ કાવ્યમાં છંદ – દલીચા બટુક
૧૯૮૦ ભારતની આધુનિક ચિત્રકલા – દાસ વર્ષા
૧૯૮૦ અણહીલવાડનું રાજ્ય – દેસાઈ હર્ષદરાય
૧૯૮૦ મેઘાણી સંદર્ભ – જાની કનુભાઈ
૧૯૮૦ આશ્રમ શાળાઓ : એક અધ્યયન – જોશી વિદ્યુત
૧૯૮૦ ટિકિટ સંગ્રહની કલા – બિનીવાલે જગદીશ
૧૯૮૦ જૈન મૂર્તિ વિધાન – શાહ પ્રિયબાળા
૧૯૮૦ સાહિત્ય સંશોધન વિશે – શાહ સુમન
૧૯૮૧-૧૯૯૦
૧૯૮૧ કચ્છી બાલ અખાણી – કારાણી દુલેરાય
૧૯૮૧ ઇતિહાસ સાહિત્ય સંશોધન – જમીનદાર રસેશ
૧૯૮૧ પ્રાચીન ભારતનાં શસ્ત્રાસ્ત્રો – જાદવ જોરાવરસિંહ
૧૯૮૧ મુદ્રણકળા – ઠક્કર પ્રવીણ
૧૯૮૧ ગુજરાતનાં યાત્રાધામો – પલાણ નરોત્તમ
૧૯૮૧ છંદ અને અલંકાર – ભટ્ટ ચંદ્રશંકર ‘શશિશિવમ્‌’
૧૯૮૧ જ્ઞાનમંજૂષા – મહેતા વંદના
૧૯૮૧ ચૌધરી બોલી અને સંસ્કૃતિ એક અભ્યાસ – મોદી નવીન
૧૯૮૧ મધ્યમપિંગળ [મ.] – પાઠક રામનારાયણ વિ. (+ ચિ. ત્રિવેદી, કા. કાલાણી)
૧૯૮૧ જ્ઞાનમંજૂષા – મહેતા વંદના દીપક
૧૯૮૧ મહાજાતિ ગુજરાતી – બક્ષી ચંદ્રકાન્ત
૧૯૮૨ મધ્ય એશિયા – જમીનદાર રસેશ
૧૯૮૨ આપણી સમાજકલ્યાણ યાત્રા – પટેલ કેશવલાલ આત્મારામ
૧૯૮૨ વાલ્મીકીય રામકથા – પટેલ ચીમનલાલ ‘ચી. ના. પટેલ’
૧૯૮૨ અનુવાદની સમસ્યાઓ : એક સંગોષ્ઠિ – પટેલ મોહનભાઈ શંકરભાઈ
૧૯૮૨ ઘુમલીસંદર્ભ રાજકીય અને સાંસ્કૃતિક – પલાણ નરોત્તમ
૧૯૮૨ ગુજરાતી ફિલ્મોના પાંચ દાયકા – પંડ્યા વિઠ્ઠલ
૧૯૮૨ જૂનાગઢ સર્વસંગ્રહ – બારડ નરેન્દ્રકુમાર
૧૯૮૨ ઇતિહાસની વિભાવના – મહેતા રમણલાલ નાગરજી
૧૯૮૨ ભારતીય પ્રાગિતિહાસ – મહેતા રમણલાલ નાગરજી
૧૯૮૨ વીસમી સદીનું ભારત – જમીનદાર રસેશ
૧૯૮૨ બ્લેક હોલ શું છે? – પટેલ સુશ્રુત
૧૯૮૨ કચ્છ સ્વાતંત્ર્ય સંગ્રામની તવારીખ – ધોળકિયા હરેશ
૧૯૮૨ પંખીજગત – દેસાઈ પ્રદ્યુમ્ન કંચનરાય
૧૯૮૨ મુદ્રણમાં ક્રાંતિ – દેસાઈ જિતેન્દ્ર
૧૯૮૩ ગુજરાત દર્શન – આચાર્ય નવીનચન્દ્ર
૧૯૮૩ જ્ઞાન સંઘરવાનાં સાધનો – દેસાઈ જિતેન્દ્ર
૧૯૮૩ સંખ્યાનિર્દેશક શબ્દસંજ્ઞાઓ – શેઠ ચંદ્રકાન્ત (+ અન્ય)
૧૯૮૩ પુરાતત્ત્વમાં ગુજરાત – સાંકળિયા હસમુખ
૧૯૮૩ નવપુરાતત્ત્વ – સાંકળિયા હસમુખ
૧૯૮૩ કચ્છ કલા, પ્રવાસ અને પ્રલેખન – મહેતા ઉષાકાન્ત
૧૯૮૪ ઈસ્લામ-ઉદય અને અસ્ત – ગાંધી ભોગીલાલ
૧૯૮૪ ફિલ્મદર્શન – દલાલ યાસીન
૧૯૮૪ પરિચય પુસ્તિકાનાં પચ્ચીસ વર્ષ – દીક્ષિત કૃષ્ણવીર
૧૯૮૪ અયોધ્યાકાંડ : રામાયણનું હાર્દ – સાંકળિયા હસમુખ
૧૯૮૪ નર્મદનો જમાનો(સંપા.) – ઓઝા ડંકેશ
૧૯૮૪ સાદ સમાજ સુધારાનો (સંપા.) – ઓઝા ડંકેશ
૧૯૮૪ બાળનાટ્યનો અભ્યાસક્રમ – મહેતા વનલતા
૧૯૮૪ ભારતનાં મ્યુઝિયમ – શાસ્ત્રી નંદન
૧૯૮૪ સોરઠની લોકક્રાન્તિનાં વહેણ અને વમળ : ભા. ૧, ૨ – અદાણી રતુભાઈ મૂળશંકર
૧૯૮૫ ભારતીય ચિત્રકલા – નાયક કનુ
૧૯૮૫ ધૂમકેતુ હેલી – પટેલ સુશ્રુત
૧૯૮૫ છંદોવિર્મશ – મારુ રમણીકલાલ
૧૯૮૫ બેંતાલીસમાં ગુજરાત – શુક્લ જયકુમાર
૧૯૮૫ જૈન રત્ન ચિંતામણિ – દેવલુક નંદલાલ
૧૯૮૬ વાયુપુરાણ – ઉપાધ્યાય અમૃત
૧૯૮૬ ઈન્ટરવ્યૂ (લેખકોની મુલાકાતો) – ત્રિવેદી યશવંત
૧૯૮૬ ઋતાયન – દવે હિંમતલાલ
૧૯૮૬ વિચારતરંગ – પટેલ ચીમનલાલ ‘ચી. ના. પટેલ’
૧૯૮૭ પ્રદૂષણનો અજગર – મોદી નગીનભાઈ
૧૯૮૭ ગ્રન્થાલય : માહિતી પ્રક્રિયા અને પદ્ધતિઓ – ચારણ શિવદાનભાઈ
૧૯૮૭ સંદર્ભ ગ્રંથો – ઠાકર ઊર્મિલા
૧૯૮૭ ગ્રંથાલય માહિતી અને પ્રલેખન સેવા – દવે રેખા
૧૯૮૭ સૂચિકરણ પ્રાયોગિક – ભાવસાર કિરીટ
૧૯૮૭ સ્વાતંત્ર્યસંગ્રામમાં બોચાસણનું પ્રદાન – મકવાણા રઘુવીર
૧૯૮૭ છંદોવિચાર – મારુ રમણીકલાલ
૧૯૮૮ જાહેર ગ્રંથાલય : સંકલ્પ, સ્વરૂપ અને વ્યવસ્થાવિચાર – વેગડ પ્રકાશ
૧૯૮૮ ગુજરાતની અસ્મિતા – વ્યાસ રજની
૧૯૮૮ ભીલો અમદાવાદમાં – પટેલ અંબાલાલ મોતીભાઈ
૧૯૮૮ છંદોની દુનિયા – મારુ રમણીકલાલ
૧૯૮૯ આદિવાસી સ્ત્રીઓમાં નવી ટેક્નોલોજીનો ઉદય અને પ્રભાવ – પટેલ અરુણભાઈ
૧૯૮૯ ડિંગળનું પિંગળ – મારુ રમણીકલાલ
૧૯૮૯ ગુજરાતની અસ્મિતા – વ્યાસ રજની
૧૯૮૯ આપણા પ્રતિનિધિ સારસ્વતો [૧૦૧] – શુકલ રમેશ
૧૯૮૯ સત્યાગ્રહનાં સમરાંગણમાં : ભા. ૧, ૨ – અદાણી રતુભાઈ મૂળશંકર
૧૯૮૯ આઝાદીના આખરી સંગ્રામમાં – અદાણી રતુભાઈ મૂળશંકર
૧૯૯૦ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો – જમીનદાર રસેશ
૧૯૯૦ ગ્રંથાલય વર્ગીકરણ – ભાવસાર કિરીટ
૧૯૯૦ ખેડા જિલ્લાનાં ભિત્તિચિત્રો – મકવાણા રઘુવીર
૧૯૯૦ મેહરાણા-મેમણ જાતિનો ઉદ્‌ભવ – ઠક્કર હરુભાઈ મ.
૧૯૯૦ ગાંધીજીની દિનવારી : ૧૯૧૫-૪૮ [સંશોધિત બીજી આ., મ.] – દલાલ ચંદુલાલ ભગુભાઈ
૧૯૯૦ ઇતિહાસરેખા – બાવીસી મુગટલાલ
૧૯૯૦ જગતની શ્રેષ્ઠ ફિલ્મો – વ્યાસ અભિજિત
૧૯૯૧-૨૦૦૦
૧૯૯૧ ગ્રામનામ મહિમા – ઉપાધ્યાય યશવંતરાય ‘પુરાતન અભ્યાસ’
૧૯૯૧ કમ્પ્યૂટર વર્ડ પ્રોસેસર – જોશી દયાશંકર
૧૯૯૧ પત્રકારત્વના સિદ્ધાંતો – દલાલ યાસીન
૧૯૯૧ ગુજરાતના અભિલેખ – પરીખ પ્રવીણચંદ્ર
૧૯૯૧ અમદાવાદના ભદ્ર વિસ્તારનાં મંદિરો – પરીખ પ્રવીણચંદ્ર
૧૯૯૧ ગુજરાતની હિંદુ દેવીઓનું પ્રતિમાવિધાન – સાવલિયા રામજીભાઈ
૧૯૯૧ ગુજરાતનાં શિલ્પસ્થાપત્ય – સૂચક કનુભાઈ
૧૯૯૨ સંદર્ભ માહિતી અને સેવા – ચારણ શિવદાનભાઈ
૧૯૯૨ ઇતિહાસ નિરૂપણનો અભિગમ – જમીનદાર રસેશ
૧૯૯૨ કલા પાથેય – નાયક કનુ
૧૯૯૨ કચ્છ : સંસ્કૃતિનો ઉષઃકાળ, ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં – ભટ્ટી નાગજીભાઈ કે.
૧૯૯૨ પંખીમેળો – વૈદ્ય દિનકરરાય ‘મીનપિયાસી’
૧૯૯૨ શિલાલેખો અને તામ્રપત્રો – શાસ્ત્રી હરિપ્રસાદ
૧૯૯૩ સ્થાનનામ મહિમા – ઉપાધ્યાય યશવંતરાય ‘પુરાતન અભ્યાસ’
૧૯૯૩ સંસ્કૃતની આબોહવામાં – જાની હર્ષદેવ ‘હર્ષદેવ માધવ’
૧૯૯૩ માહિતી પ્રત્યાયન અને અવબોધન સેવાઓ – ઠાકર ઊર્મિલા
૧૯૯૩ અખબારનું સંપાદન – પંડ્યા વિષ્ણુ
૧૯૯૩ ગ્રંથાલય સૂચીકરણ – ભૈયા છગનલાલ
૧૯૯૩ પ્રદૂષિત પર્યાવરણ – મોદી નગીન
૧૯૯૩ ગામીત જાતિ : સામાજિક અને સાંસ્કૃતિક અધ્યયન – વ્યાસ દક્ષા, મોદી નવીન
૧૯૯૩ ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ – શુક્લ જયકુમાર
૧૯૯૩ ગુજરાતમાંની માતૃકાઓની મૂર્તિવિધાન – સાવલિયા રામજીભાઈ
૧૯૯૪ સંપાદન વિજ્ઞાન – ભટ્ટ વસન્તકુમાર
૧૯૯૪ નિદેશીકરણ – ભાવસાર કિરીટ
૧૯૯૪ છંદ તત્ત્વ પ્રકાશ – મારુ રમણીકલાલ
૧૯૯૪ ભારતીય સંસ્કાર પરંપરા અને આપણો વર્તમાન – ભાયાણી હરિવલ્લભ
૧૯૯૪ મેધાથી પ્રજ્ઞા સુધી – ગોકળગાંધી ગુણવંતરાય
૧૯૯૫ કેરળના લોકજીવનની કલા અને સંસ્કૃતિ – ઓઝા શશિન
૧૯૯૫ ભાવનગર રાજ્યનો ઇતિહાસ – કોરાટ પી. જી.
૧૯૯૫ સૂક્ષ્મ અધ્યાપન અને સેતુ અધ્યયન – ગોર કાન્તિલાલ
૧૯૯૫ સોક્રેટિસથી સાર્ત્ર – સાવલા માવજી
૧૯૯૫ સાહિત્ય સંશોધન પદ્ધતિના મૂળ તત્ત્વો – મહેતા છોટાલાલ
૧૯૯૬ દૃશ્યકળા (લેખન અનેે સંપાદન) – શેખ ગુલામમોહંમદ
૧૯૯૭ ગ્રંથાલય ઉપભોક્તા શિક્ષણ – ભાવસાર કિરીટ
૧૯૯૭ રાજ્યરંગ (નવી આ.) – કવિ નર્મદ (સંપા. રમેશ શુક્લ)
૧૯૯૭ શિક્ષણ અને સાહિત્ય – બાવીસી મુગટલાલ
૧૯૯૮ તાઓ સૂત્ર – સાવલા માવજી
૧૯૯૮ ધર્મવિચાર (નવી આ.) – કવિ નર્મદ (સંપા. રમેશ શુક્લ)
૧૯૯૮ સંશોધન પ્રવિધિ – મહેતા છોટાલાલ
૧૯૯૯ આદિવાસી મહિલાઓ અને વિકાસ – દવે હર્ષિદા
૧૯૯૯ આપણો અક્ષર વારસો – પારેખ કિશોર
૧૯૯૯ પાશુપત સંપ્રદાય : ઉદ્‌ભવ અને વિકાસ – સાવલિયા રામજીભાઈ
૧૯૯૯ ઇંગ્લીશ ઇંગ્લીશ – મહેતા દિગીશ
૧૯૯૯-૨૦૦૮ સાક્ષરનો સાક્ષાત્કાર : ભા. ૧ થી ૧૩ – શર્મા રાધેશ્યામ
૨૦૦૦ પ્રાચીન ભારતના વિદેશી યાત્રી – ખાચર પ્રદ્યુમ્નકુમાર
૨૦૦૦ નોબેલ ઈનામ વિજેતા બહેનો – જોશી ઉષા
૨૦૦૦ નિર્દેશીકરણ પ્રક્રિયા – ઠાકર ઊર્મિલા
૨૦૦૦ ષડ્‌દર્શન – ઠાકર જયન્ત
૨૦૦૦ હિંદનો સ્વાતંત્ર્ય સંગ્રામ – દેસાઈ પંકજ
૨૦૦૦ આપણો અમૂલ્ય ગ્રંથ વારસો – પારેખ કિશોર
૨૦૦૦ ગુજરાતનાં પ્રાચીન સરોવરો, તળાવો અને કુંડો – સાવલિયા રામજીભાઈ
૨૦૦૦ શેષ સમયરંગ [મ.] – જોશી ઉમાશંકર (સંપા. સ્વાતિ જોશી)
૨૦૦૦ ઇતિહાસ, સંસ્કૃતિ, પુરાવસ્તુવિદ્યા – દેસાઈ પંકજ
૨૦૦૦ અન્વીક્ષા – ઓઝા ઈશ્વરલાલ
૨ સંદર્ભ : ઇતિહાસ
૧૮૪૮-૧૮૫૦
૧૮૪૮ અમદાવાદનો ઇતિહાસ – શેઠ મગનલાલ વખતચંદ
૧૮૫૦ આસપાસ  બ્રિટીશ હિન્દુસ્થાનનો ઇતિહાસ – ઝવેરી રણછોડદાસ
૧૮૫૧-૧૮૬૦
૧૮૫૨ હિંદુસ્તાન માંહેલા ઈંગ્લીશના રાજ્યનો ઇતિહાસ – જાંભેકર બાળગંગાધર શાસ્ત્રી
૧૮૫૬ ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ (ઈ. પૂ. ૩૧૯ થી ઈ. ૧૩૦૪ સુધીનો ) –(પંડિત/ભટ્ટ) ભગવાનલાલ ઇન્દ્રજી
૧૮૬૧-૧૮૭૦
૧૮૬૧ ઈંગલંડનો ઇતિહાસ : ભાગ ૧ – વાછા જહાંગીર બરજોરજી
૧૮૬૫ મહારાજોનો ઇતિહાસ – કરસનદાસ મૂળજી
૧૮૬૬ ગુજરાતી ભાષાનો ઇતિહાસ – શાસ્ત્રી વ્રજલાલ કાળીદાસ ( સમાન્તરે એ જ વર્ષે અંગ્રેજીમાં પણ)
૧૮૭૧-૧૮૮૦
૧૮૮૦-૧૮૮૭* ઇંગ્રેજ લોકનો સંક્ષિપ્ત ઇતિહાસ(પછી સંપા. બ. ક. ઠાકોર, ૧૯૧૪) –પંડ્યા નવલરામ (૧૮૮૦-૮૭ દરમ્યાન ‘ ગુજરાત શાળાપત્ર’માં પ્રકાશન)
૧૮૮૧-૧૮૯૦
૧૮૮૭ ઈંગ્લૅન્ડનો ટૂંકો ઇતિહાસ – ત્રિવેદી કમળાશંકર
૧૮૮૯ ગુજરાતનો સંક્ષિપ્ત ઇતિહાસ – નીલકંઠ રમણભાઈ
૧૮૯૦ સુરતની તવારીખ – પટેલ એદલજી બરજોરજી
૧૮૯૧-૧૯૦૦
૧૮૯૨ હિંદના ઇતિહાસની સાલવારી – પુરાણી કેશવજી મોહનજી
૧૮૯૨, ૧૯૧૬ ક્લાસિકલ પોએટ્‌સ ઑવ ગુજરાત ઍન્ડ ધેર ઈન્ફ્લુઅન્સ ઑન ધ
સોસાયટી એન્ડ મોરલ્સ – ત્રિપાઠી ગોવર્ધનરામ
૧૮૯૩ ગુજરાતનો ઇતિહાસ : ૧ – પ્રાણજીવનદાસ કહાનજી
૧૮૯૫ શિક્ષણનો ઇતિહાસ – ભટ્ટ મણિશંકર ‘કાન્ત’
૧૮૯૬ ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ (ઈ. પૂ. ૩૧૯ – ઈ. ૧૩૦૪) [મ.] –(પંડિત/ભ્‌ટ્ટ) ભગવાનલાલ ઈન્દ્રજી ( મુબઈ ઈલાકા ગેઝિટિયર-અંતર્ગત, નિર્દિષ્ટ સમયખંડના ઇતિહાસના લેખક - સંપૂર્તિ એમ. ટી. જેકસન)
૧૯૦૧-૧૯૧૦
૧૯૦૧ પ્રબોધ ભારત : ભા. ૧, ૨ – સંપટ પુરુષોત્તમ વિશ્રામ માવજી
૧૯૦૬ મુસલમાનોની ચડતી પડતીનો ઇતિહાસ – કાદરી મહેબૂબમિયાં
૧૯૦૯ બ્રિટીશ હિન્દુસ્તાનનો આર્થિક ઇતિહાસ [મ.] – ત્રિવેદી ઉત્તમલાલ
૧૯૧૧-૧૯૨૦
૧૯૧૧ સાઠીના સાહિત્યનું દિગ્દર્શન – દેરાસરી ડાહ્યાભાઈ
૧૯૧૪ માઈલસ્ટોન ઇન ગુજરાતી લિટરેચર – ઝવેરી કૃષ્ણલાલ
૧૯૧૭ વૈષ્ણવધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ – શાસ્ત્રી દુર્ગાશંકર
૧૯૨૦ ભારતીય શિક્ષણનો ઇતિહાસ – જોશી બાલકૃષ્ણ (+ ચી.મા. જાની)
૧૯૨૦ હિંદુસ્તાનનો સંક્ષિપ્ત ઇતિહાસ – ત્રિવેદી કમળાશંકર
૧૯૨૦ આપણા દેશનો ઇતિહાસ – ભટ્ટ નૃસિંહપ્રસાદ ‘નાનાભાઈ ભટ્ટ’
૧૯૨૧-૧૯૩૦
૧૯૨૧ ફર્ધર માઈલસ્ટોન ઇન ગુજરાતી લિટરેચર – ઝવેરી કૃષ્ણલાલ
૧૯૨૧ શૈવ ધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ – શાસ્ત્રી દુર્ગાશંકર
૧૯૨૧, ૨૩ હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસનો ઇતિહાસ : ૧ ,૨ – વર્મા જયકૃષ્ણ
૧૯૨૨ સાહિત્યપ્રવેશિકા – અંજારિયા હિંમતલાલ
૧૯૨૩, ૨૪ અઢારસે સત્તાવનના બળવાનો ઇતિહાસ : ભા. ૧, ૨ – દવે મહાશંકર ‘ભારદ્વાજ’
૧૯૨૪, ૨૫ હિંદ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ : ૧, ૨ – મહેતા નર્મદાશંકર
૧૯૨૪-૨૬ કેટલાક લેખો : ભા. ૧, ૨ – મુનશી કનૈયાલાલ
૧૯૨૫ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ – ગાંધી મોહનદાસ, ‘ગાંધીજી’
૧૯૨૫, ૨૬ હિંદનો ઇતિહાસ – શાહ પોપટલાલ પૂંજાભાઈ
૧૯૨૬ હિન્દુસ્તાનનો શાળોપયોગી ઇતિહાસ – કામદાર કેશવલાલ
૧૯૨૭ હિન્દની પ્રજાનો ટૂંકો ઇતિહાસ – કામદાર કેશવલાલ
૧૯૨૭ ગુજરાતી ડીડૂ જ્ઞાતિનો ઇતિહાસ – જાગીરદાર છોટાલાલ
૧૯૨૭ કચ્છનો બૃહદ્‌ ઇતિહાસ – નયગાંધી જયરામદાસ
૧૯૨૭ કચ્છનો બાલોપયોગી ઇતિહાસ – નયગાંધી જયરામદાસ
૧૯૨૮ અ હિસ્ટરી ઑવ ધ મુગલ રુલ ઇન ઈન્ડિયા – કામદાર કેશવલાલ
૧૯૨૮ હિંદુસ્તાનનો અર્વાચીન ઇતિહાસ : મુસલમાની રિયાસત – દેવાશ્રયી
સૂર્યરામ
૧૯૨૮ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ – દેસાઈ મહાદેવ
૧૯૩૦ હિન્દી સાહિત્યનો ઇતિહાસ – ચાવડા કિશનસિંહ
૧૯૩૦ ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક સ્તંભો – ઝવેરી કૃષ્ણલાલ
૧૯૩૦ ગુજરાતી સાહિત્યના વધુ માર્ગસૂચક સ્તંભો – ઝવેરી કૃષ્ણલાલ ( આ બંને ગ્રંથો મૂળ અંગ્રેજી ગ્રંથો (૧૯૧૪, ૨૧)ના મોતીલાલ મોદી, રામલાલ મોદી, હીરાલાલ પારેખની મદદથી લેખકે કરેલા અનુવાદો છે. )
૧૯૩૦ જગતનો સંક્ષિપ્ત ઇતિહાસ – દેસાઈ રામપ્રસાદ
૧૯૩૧-૧૯૪૦
૧૯૩૨ આપણું નાટ્યસાહિત્ય અને રંગભૂમિ – જોશી અંબેલાલ
૧૯૩૨ ઈંગ્લેન્ડનો ઇતિહાસ – જોશી અંબેલાલ
૧૯૩૨-૩૪ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો ઇતિહાસ : ૧-૩ – પારેખ હીરાલાલ
૧૯૩૩ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ – દેસાઈ મોહનલાલ દલીચંદ
૧૯૩૩ થોડાંક રસદર્શનો – મુનશી કનૈયાલાલ
૧૯૩૩, ૩૫ ગુજરાતના ઐતિહાસિક લેખ : ૧, ૨, ૩ – આચાર્ય ગિરજાશંકર વલ્લભજી
૧૯૩૪-૩૬ અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન : ભા. ૧, ૨, ૩ – પારેખ હીરાલાલ
૧૯૩૫ ગુજરાતના ઇતિહાસના પાઠો – અક્કડ બ્રિજરત્નદાસ
૧૯૩૫ ખંભાતનો ઇતિહાસ – જોટે રત્નમણિરાવ
૧૯૩૫ ગુજરાત ઍન્ડ ઇટ્‌સ લિટરેચર – મુનશી કનૈયાલાલ
૧૯૩૭ ગુજરાતનો ઇતિહાસ – ભટ્ટ નર્મદાશંકર ત્ર્યંબકરામ
૧૯૩૭, ૧૯૩૯ ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ : ભા. ૧, ૨ – શાસ્ત્રી દુર્ગાશંકર
૧૯૩૯ ગુજરાતની અસ્મિતા – મુનશી કનૈયાલાલ
૧૯૪૧-૧૯૫૦
૧૯૪૩ સાહિત્યપ્રારંભિકા – અંજારિયા હિંમતલાલ
૧૯૪૩ સંસ્કૃત નાટ્યસાહિત્યના વિકાસની રૂપરેખા – માંકડ ડોલરરાય
૧૯૪૩ ગુજરાતી સાહિત્યની રૂપરેખા – વૈદ્ય વિજયરાય
૧૯૪૪ ગુજરાતની ઇતિહાસ સમૃદ્ધિ – કામદાર કેશવલાલ
૧૯૪૫-૧૯૫૯ ગુજરાતનો સાંસ્કૃતિક ઈતિહાસ : ભા. ૧ થી ૪ – જોટે રત્નમણિરાવ
૧૯૪૬ અર્વાચીન કવિતા – લુહાર ત્રિભુવનદાસ ‘સુંદરમ્‌’
૧૯૪૬ આધુનિક ભારત (અનુ.) – દેશપાંડે પાંડુરંગ (મરાઠી, જાવડેકર)
૧૯૪૯ નડિયાદનો ઇતિહાસ – ઠાકર શાંતિલાલ
૧૯૪૯ પારસી સાહિત્યનો ઇતિહાસ – મકાટી પીલા
૧૯૫૦ ગુજરાતના નાગરોનું ફારસી ભાષા સાહિત્યનું ખેડાણ – નાયક છોટુભાઈ
૧૯૫૧-૧૯૬૦
૧૯૫૧ ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન – શાસ્ત્રી કેશવરામ કા.
૧૯૫૨ હડપ્પા અને મોંહેં-જો-દડો – શાસ્ત્રી હરિપ્રસાદ
૧૯૫૨ જૈન આગમ સાહિત્યમાં ગુજરાત – સાંડેસરા ભોગીલાલ
૧૯૫૩ ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન – ઝવેરી મનસુખલાલ (+ અન્ય)
૧૯૫૪ ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો : મધ્યકાલીન તથા વર્તમાન પદ્યવિભાગ – મજમુદાર મંજુલાલ
૧૯૫૪ ગુજરાતી સાહિત્ય : મધ્યકાલીન – રાવળ અનંતરાય
૧૯૫૪ ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન – શાહ રમણલાલ ચીમનલાલ (+ અન્ય)
૧૯૫૫ મૈત્રકકાલીન ગુજરાત : ભા. ૧, ૨ – શાસ્ત્રી હરિપ્રસાદ
૧૯૫૬ ગુજરાતી બિનધંધાદારી રંગભૂમિનો ઇતિહાસ – મહેતા ધનસુખલાલ
૧૯૫૬, ૧૯૬૬ અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા ૧, ૨ – ઠાકર ધીરુભાઈ
૧૯૫૭ ભારત બહાર વિસ્તરેલી ભારતીય સંસ્કૃતિ : ઈન્ડોનેશિયામાં – શાસ્ત્રી હરિપ્રસાદ
૧૯૫૭ આપણું સાહિત્ય : ભા. ૧, ૨ – શુક્લ રામપ્રસાદ (+ બિપીન ઝવેરી)
૧૯૫૮ મધ્યકાલીન સાહિત્યનું રેખાદર્શન – જાડેજા દિલાવરસિંહ
૧૯૫૯ ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ : ભા. ૪ – જોટે રત્નમણિરાવ
૧૯૬૦ સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ભા. ૧, ૨ – બેટાઈ રમેશચંદ્ર
૧૯૬૧-૧૯૭૦
૧૯૬૧ પ્રાચીન ભારતના સાંસ્કૃતિક ઇતિહાસની રૂપરેખા – શુક્લ જયદેવ મોહનલાલ
૧૯૬૨ નરસિંહયુગના કવિઓ – મુનશી કનૈયાલાલ
૧૯૬૩ કારા ડુંગરા કચ્છના – કારાણી દુલેરાય
૧૯૬૪ અર્વાચીન ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ – રાજગોર શિવપ્રસાદ
૧૯૬૪ ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ – શાસ્ત્રી હરિપ્રસાદ
૧૯૬૫ અમેરિકાના સાહિત્યનો ઇતિહાસ[અનુ.] – જોષી સુરેશ (ધ લિટરેચર ઑવ ધ યુનાઈટેડ સ્ટેટ્‌સ, માર્ક્સ ક્લીન્ફ)
૧૯૬૫, ૬૭, ૭૩ ગુજરાતી સાહિત્યની રૂપરેખા : ભા. ૧, ૨, ૩ [સંવર્ધિત] – વૈદ્ય વિજયરાય
૧૯૬૬ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો – પંડ્યા રામચંદ્ર
૧૯૬૬ ગુજરાતની કેળવણીનો ઇતિહાસ – રાજગોર શિવપ્રસાદ
૧૯૬૬ પ્રાચીન ભારતનો ઇતિહાસ – શાહ મનુભાઈ
૧૯૬૬ અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા ભા. ૨ – ઠાકર ધીરુભાઈ
૧૯૬૭ અમેરિકી ટૂંકીવાર્તા [અનુ.] – જોષી સુરેશ (ધ શોર્ટ સ્ટોરી ઈન અમેરિકા, રે.બી. વેસ્ટ)
૧૯૬૭ અર્વાચીન યુરોપનો ઇતિહાસ – બાવીસી મુગટલાલ
૧૯૬૭ ગુજરાતનો ઇતિહાસ : રૂપરેખા – શાસ્ત્રી હરિપ્રસાદ
૧૯૬૮ પ્રાચીન ભારતનો ઇતિહાસ – શાહ જયેશકુમાર (+ અન્ય)
૧૯૭૦, ૭૩ ભારતીય અભિલેખવિદ્યા : એક રૂપરેખા – શાસ્ત્રી હરિપ્રસાદ
૧૯૭૧-૧૯૮૦
૧૯૭૨ જગતના ઇતિહાસની રૂપરેખા – બાવીસી મુગટલાલ
૧૯૭૨ અર્વાચીન ભારતનો ઇતિહાસ – શાહ મનુભાઈ
૧૯૭૨, ૧૯૮૭ ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ : ગ્રંથ ૧ થી ૯ – શાસ્ત્રી હરિપ્રસાદ, પરીખ રસિકલાલ (૧-૬), નાયક વિનુભાઈ (૪-૬)
૧૯૭૩ ગુજરાતનો ચાવડા રાજ્યનો સાંસ્કૃતિક ઇતિહાસ – આચાર્ય નવીનચન્દ્ર
૧૯૭૩ ગુજરાતનો સોલંકીકાલીન ઇતિહાસ – આચાર્ય નવીનચન્દ્ર
૧૯૭૩ ગુજરાતી સાહિત્યની રૂપરેખા : ભા. ૩ – વૈદ્ય વિજયરાય
૧૯૭૩-૮૧ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ ૧ થી ૪ [ગુજરાતી સાહિત્ય પરિષદ] – જોશી ઉમાશંકર, શુક્લ યશવંત, રાવળ અનંતરાય, ત્રિવેદી ચિમનલાલ
૧૯૭૪ મુઘલકાલીન ગુજરાત – આચાર્ય નવીનચન્દ્ર
૧૯૭૪ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – પટેલ સોમાભાઈ વીરમદાસ
૧૯૭૪ ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ – પરીખ પ્રવીણચન્દ્ર
૧૯૭૪ ગુજરાતી નવલકથા – રઘુવીર ચૌધરી, શર્મા રાધેશ્યામ
૧૯૭૪ નાયતવાડાની વડી જુમ્મા મસ્જિદનો પ્રાચીન ઇતિહાસ – સૂબેદાર મહમૂદમિયાં ‘આસિમ રાંદેરી’
૧૯૭૪ રાષ્ટ્રસમૂહના દેશોનો ઇતિહાસ – શુક્લ જયકુમાર
૧૯૭૫ બાળ રંગભૂમિ – ડોસા પ્રાગજી
૧૯૭૫ પાશ્ચાત્ય નવલકથા – દેસાઈ હર્ષદરાય (+ મહેતા દિગીશ)
૧૯૭૫ અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – પટેલ સોમાભાઈ વીરમદાસ
૧૯૭૬ પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ – ઉપાધ્યાય અમૃત
૧૯૭૬ ગુજરાતના વહાણવટાનો ઇતિહાસ – રાજગોર શિવપ્રસાદ
૧૯૭૬ ભારતનો ઇતિહાસ – શાહ મનુભાઈ બબલદાસ
૧૯૭૮ એશિયામાં રાષ્ટ્રવાદ – શુક્લ જયકુમાર
૧૯૭૮, ૮૨ તખ્તો બોલે છે : ભા. ૧, ૨ – ડોસા પ્રાગજી
૧૯૭૯ અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – પટેલ છગનભાઈ પૂંજીરામ
૧૯૭૯ અંગ્રેજી સાહિત્યનું આચમન – પારેખ મધુસૂદન
૧૯૭૯, ૮૧ ગુજરાતના ઐતિહાસિક લેખ : ભા. ૪ અને ૫ – શાસ્ત્રી હરિપ્રસાદ
૧૯૮૦ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – પટેલ છગનભાઈ પૂંજીરામ
૧૯૮૦ અર્વાચીન ભારતનો ઇતિહાસ – બાવીસી મુગટલાલ
૧૯૮૦ આસપાસ  આઝાદીજંગનાં પ્રથમ પચાસ વર્ષ – ભટ્ટ દોલતભાઈ ‘દોલત ભટ્ટ’
૧૯૮૧-૧૯૯૦
૧૯૮૩ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – જાડેજા દિલાવરસિંહ
૧૯૮૩ ગુજરાતમાં ગોદડિયા પરંપરા – ઓઝા ઈશ્વરલાલ
૧૯૮૫ સંસ્કૃત સાહિત્યનો પરિચયાત્મક ઇતિહાસ – પટેલ ગૌતમ
૧૯૮૬ સિંધી નાટ્ય ઇતિહાસ – લાલવાણી જેઠો
૧૯૮૭ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ઉપાધ્યાય અમૃત, પટેલ ચતુરભાઈ
૧૯૮૭ મૈથિલી સાહિત્યનો ઇતિહાસ – અનુ. ટોપીવાળા ચંદ્રકાન્ત
૧૯૮૭ વિપ્લવમાં ગુજરાત – પંડ્યા વિષ્ણુ
૧૯૮૭ તસ્વીરે ગુજરાત – પંડ્યા વિષ્ણુ
૧૯૮૭ ગુજરાતના બ્રાહ્મણોનો ઇતિહાસ – રાજગોર શિવપ્રસાદ
૧૯૮૭ સિંધી ભાષા લિપિ સાહિત્યનો ઇતિહાસ – રેલવાણી જયન્ત
૧૯૮૭ ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ : ગ્રંથ ૯ – શાસ્ત્રી હરિપ્રસાદ, પરીખ રસિકલાલ
૧૯૮૮ અસહકારની ચળવળ – બાવીસી મુગટલાલ
૧૯૮૯ ઇતિહાસની આરસીમાં ચરોતરનું પ્રતિબિંબ – શાસ્ત્રી હરિપ્રસાદ
૧૯૯૧-૨૦૦૦
૧૯૯૧ પત્રકારત્વની વિકાસરેખા – પંડ્યા વિષ્ણુ
૧૯૯૩ ગુજરાતમાં સશસ્ત્ર સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ (૧૮૫૭ થી ૧૯૪૫) – પંડ્યા વિષ્ણુ
૧૯૯૩ ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ – શુક્લ જયકુમાર
૧૯૯૩ ભારતની ક્રાંતિકારી ચળવળ – શુક્લ જયકુમાર
૧૯૯૩ જગતની પ્રાચીનતમ્‌ સંસ્કૃતિઓ – શુક્લ જયકુમાર
૧૯૯૪ ઇતિહાસ દર્પણ – બાવીસી મુગટલાલ
૧૯૯૪ ગુજરાતી સાહિત્યવિવેચન – કોઠારી જયંત
૧૯૯૪ ગ્લીમ્પ્સીસ ઑફ ગુજરાતી લિટરેચર – ઠાકર ધીરુભાઈ
૧૯૯૪ અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ત્રિવેદી રમેશ
૧૯૯૫ ભારતમાં બ્રિટિશ શાસન – શુક્લ જયકુમાર
૧૯૯૭ ભારતનો બંધારણીય ઇતિહાસ – ઓઝા ઈશ્વરલાલ
૧૯૯૯ બ્રિટિશ યુગ દરમ્યાન ગુજરાતનાં દેશી રાજ્યોનું વિશિષ્ટ સ્વરૂપ અને સંચાલન – બાવીસી મુગટલાલ
૨૦૦૦ લીંબડી રાજ્યનો ઇતિહાસ – બાવીસી મુગટલાલ