કૃષ્ણકાન્ત ઓચ્છવલાલ કડકિયા
Jump to navigation
Jump to search
કડકિયા કૃષ્ણકાન્ત ઓચ્છવલાલ (૨૯-૯-૧૯૪૦): વિવેચક. જન્મ દેવગઢબારિયામાં. ૧૯૬રમાં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૪માં એમ.એ. નાટ્યવિદ્યામાં ડિપ્લોમા. ૧૯૭૬માં પીએચ.ડી. હાલમાં સાબરમતી આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના અધ્યાપક. ‘કાવ્યગંગ: દ્રમછાયા' (૧૯૬૧) એમનો કાવ્યસંગ્રહ છે. ‘પુરુષોત્તમ જોગીભાઈ: એક અધ્યયન' (૧૯૬૭) જીવનચરિત્ર છે. ‘સ્વરૂપ' (૧૯૭૦) એમની નવલકથા છે. એમણે ‘શર્વિલક-નાટ્યપ્રયોગ: શિલ્પની દૃષ્ટિએ' (૧૯૭૯), ‘રૂપિત' (૧૯૮૨), ‘અભિનીત' (૧૯૮૬), ‘રૂપકિત’ (૧૯૮૭) જેવા નાટ્યવિવેચનના ગ્રંથો આપ્યા છે. ‘ઈ.સ. ૧૯૨૧થી ૧૯૪૦ સુધીની ગુજરાતી અને હિન્દીની ઐતિહ્યમૂલક નવલકથાઓનો તુલનાત્મક અભ્યાસ – ભાગ ૧-૨' (૧૯૭૮, ૧૯૮૧) એમનો શોધપ્રબંધ છે.