કેખુશરૂ નવરોજજી કાબરાજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

કાબરાજી કેખુશરૂ નવરોજજી (૨૧-૮-૧૮૪૨, ૨૫-૪-૧૯૦૪) : નવલકથાકાર, નાટ્યકાર. જન્મ મુંબઈમાં. ૧૮૬૭માં નાટકની દુનિયામાં ઝંપલાવેલું અને ‘વિક્ટોરિયા નાટક મંડળી’ની સ્થાપના કરેલી. આરંભમાં ‘ચિત્રજ્ઞાનદર્પણ’, ‘બાગે નસીહત’ જેવાં પત્રો સાથે સંલગ્ન, પછી ‘પારસીમિત્ર'ના તંત્રી. ૧૮૬૭થી ચાલીસ વર્ષ સુધી ‘રાસ્ત ગોફતાર'ના તંત્રી. ‘સ્ત્રીબોધ’ માસિકના સંપાદક. પારસી નાટકનું ઘડતર અને રંગભૂમિનું સંસ્કરણ કરનાર આ લેખકે પારસી સાહિત્યમાં નવો યુગ શરૂ કરેલો અને કલાત્મકતાનાં પહેલીવાર એંધાણ આપેલાં. મુખ્યત્વે એમની કૃતિઓ અંગ્રેજી પરથી સૂચિત હોવા છતાં મૌલિકતાની છાપ ઉપસાવે છે. ‘બેજન મનીજેહ’ (૧૮૬૯), ‘સૂડી વચ્ચે સોપારી’ (૧૮૭૪), ‘હરિશ્ચન્દ્ર’ (૧૮૭૬), ‘લવકુશ’ (૧૮૭૯), ‘વિનાશ કાળે વિપરીત બુદ્ધિ’ (૧૮૭૯) જેવાં નાટકો અને ‘દુખિયારી બચુ’ (૧૮૮૭), ‘ગુલી ગરીબ’ (૧૮૯૦), ‘વેચાયેલો વર’ (૧૮૯૨), ‘હોશંગબાગ’ (૧૮૯૪), ‘દીની ડાહી’ (૧૮૯૬), ‘ભોળો ઘેલો’ (૧૮૯૮), ‘ખોવાયેલી ખટલી’ (૧૮૯૮), ‘મીઠી મીઠી’ (૧૮૯૯), ‘ચાલીસ હજારનો ચાનજી’ (૧૯૦૧), ‘દારાશાંના’ (૧૯૦૨), ‘ભીખો ભરભરીયો’ (૧૯૦૩) જેવી નવલકથાઓ એમની પાસેથી મળેલ છે.