ક્યાસ/કેઆસના/કાવસજી દીનશાહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

ક્યાસ/કેઆસના/કાવસજી દીનશાહ, ‘દિલખુશ' (૧૮૪૮, ૧૯૧૦): કવિ, પ્રવાસકથાલેખક, નાટ્યકાર. એમણે સર જમશેદજીના પુત્ર રૂસ્તમજીના અકાળ અવસાન નિમિત્તે રચેલું ‘અહેવાલે રૂસ્તમજી જમશેદજી જીજીભાઈ’ (૧૮૭૨), ‘દિલખુશ' ઉપનામ તળે રચેલું, મુંબઈમાં મુસલમાનોએ પારસીઓ સામે કરેલા હુલ્લડનું શિથિલ બેતબાજીમાં વર્ણન કરતું ‘ફસાદે ફેબરવારી' (૧૮૭૫), એક સદી પૂર્વેના મુંબઈ શહેરનું નિરૂપણ કરતું ‘મુંબઈ શેહેર તથા તેની રચના', ‘કદીમ નક્ષે ઈરાન' (૧૮૬૮) તથા ‘ઈરાન દેશમાં મુસાફરી' (૧૮૮૨) વગેરે પુસ્તકો આપ્યાં છે. ઈરાનના ઇતિહાસનાં પાત્રો અને પ્રસંગો પર આધારિત કેટલાંક નાટકો ઉપરાંત ‘બેજન અને મનીજેહ' તથા શેખ સાદીકૃત ‘ગુલિસ્તાન’નાં ભાષાન્તર પણ એમણે કર્યા છે.