ગાતાં ઝરણાં/કલાકૃતિ (મુક્તક)
Jump to navigation
Jump to search
કલાકૃતિ
માનવ-કલાકૃતિને જરા દૂરથી જુઓ!
નજદીક આવશો તો એ ગૌરવ નહીં રહે;
નિર્મળ નજર હશે જો સરોવરનાં નીર સમ,
રહેશે ફક્ત કમળ, અને કાદવ નહીં રહે.