ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/પ્રારંભિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે


સાહિત્યવિવેચન






રમણ સોની








પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ

ગુજરાતી વિવેચનના વિશેષો પર ને એની વિલક્ષણતાઓ પર નજર કરતા આ પુસ્તકમાં વિવેચનના સ્વરૂપનાં ઘટકો, પરિમાણો તથા પરંપરાનો પણ એક સંક્ષિપ્ત આલેખ છે. કોશવિદ્યા, સૂચિવિદ્યા, સાહિત્યસામયિકનાં પ્રભાવકેન્દ્રો અને પરંપરા – એવી બાબતોનો પણ વિમર્શ કરતા આ સંગ્રહમાં મહત્ત્વના સર્જનાત્મક અને વિવેચનાત્મક ગ્રંથોની વિશ્લેષક સમીક્ષાઓ પણ છે. સાહિત્યવિચાર, એ બધાં લખાણોમાં, એક સળંગ તંતુ તરીકે પરોવેલો રાખ્યો છે.

વિવેચનની નિર્માલ્યતા વિશે ને વિવેચનના અંત વિશે અવારનવાર આપણે ત્યાં પણ કહેવાતું રહ્યું છે પણ એમાંથી બચવાના સંભવિત માર્ગો કે ઉપાયો ખોળવાની ઝાઝી મથામણ થઈ નથી એ મથામણ કરવી હવે અનિવાર્ય છે. હવે ફરીથી આપણે વૈચારિક સ્પષ્ટતાની ને વિશદતાની સાધના કરવી પડશે. હા, એ ‘સાધના’ છે કેમકે, દિલચોરી વિના, પ્રામાણિકતાથી સ્પષ્ટ થવું એ ઘણી મથામણ ને ઘણી ધીરજ માગે એમ હોય છે. સમજાય એવું લખવાની પ્રતિજ્ઞાથી કંઈ સંકુલતાનો ભોગ લેવાવાનો નથી – જો ભય હોય તો એ તત્ત્વસમજને ગાળી નાખતા સરલીકરણનો હોઈ શકે. વિશદતા એ વિદ્વત્તાની વિરોધી નથી. પાશ્ચાત્ય વિવેચનના કોઈ એક સિદ્ધાંતને કે સંસ્કૃતમીમાંસાના કોઈ એક વાદને આપણે સાહિત્યના વિદ્યાર્થીઓ સામે, પહેલાં રસપ્રદ રીતે ઉદ્ઘાટિત કરીને, પછી એની ઝીણવટોમાં જવાનું નવ-પ્રસ્થાન કરવાનું રહે.

GIRIDHARO ANE PICHCHHADHARO-NI VACHCHE
Literary Criticism
by Raman Soni (૧૯૪૬), ૨૦૧૩

કૉપીરાઈટ : રમણ સોની

પ્રથમ આવૃત્તિ : ૨૦૧૩

પૃષ્ઠસંખ્યા : ૮+ ૨૯૬

નકલ : ૪૦૦

કિંમત : રૂ. ૨૪૦

પ્રકાશક :
બાબુભાઈ હાલચંદ શાહ
પાર્શ્વ પબ્લિકેશન
નિશા પોળ, ઝવેરીવાડ
રિલિફ રોડ
અમદાવાદ ૩૮૦ ૦૦૧

મુદ્રક :
ધર્મેશ પ્રિન્ટોરિયમ
૨૪-૨૫, અગ્રવાલ ઍસ્ટેટ,
મહેંદી કૂવા, શાહપુર, અમદાવાદ ૩૮૦ ૦૦૪




શારદાને –