ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ઘ/ઘટના એટલે કે
ઘટના એટલે કે
વિજય શાસ્ત્રી
ઘટના એટલે કે (વિજય શાસ્ત્રી; ‘હોવું એટલે હોવું’, ૧૯૭૮) સરેરાશ જીવન જીવતો નાયક કોઈ ચોંકાવનારી ઘટનાની શોધમાં હોય છે અને પોતાના પાડોશીના, નવી નવી ઘટનાઓથી ભરેલા જીવનની ઈર્ષ્યા કરતો હોય છે. ત્યાં છેલ્લાં દશ વર્ષથી સતત મૂંગી રહી એને ચાહતી પત્નીનો પ્રેમ પ્રચંડ ઘટના રૂપે નાયકને દેખા દે છે - આવું કથાનક સંવેદનશીલ રીતે ઊપસ્યું છે. ચં.
ચં.