ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ચ/ચક્કીનું ભૂત
ચક્કીનું ભૂત
ઉમાશંકર જોશી
ચક્કીનું ભૂત (ઉમાશંકર જોશી; ‘વિસામો’, ૧૯૭૩) અમથો સુતાર હરિપુર ગામની બંધ પડેલી ચક્કીને કસબથી ચાલુ કરે છે પરંતુ ગામલોકો એમાં ઇલમ જુએ છે. અમથો પણ આ ભ્રાંતિને ટકાવી રાખે છે પરંતુ એનો ઇલમ દીકરા ગોકુળને મોતમાંથી ઉગારી નથી શકતો. છેવટે ભૂત જેવો અમથો ખભે વાંસલો રાખી ગામેગામ ફરતો થઈ જાય છે. વાર્તામાં અમથાનાં અને ગામલોકોનાં મનોસ્થિત્યંતરો આબાદ રીતે ઝડપાયાં છે.
ચં.