ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ટ/ટોળું
ટોળું
ઘનશ્યામ દેસાઈ
ટોળું (ઘનશ્યામ દેસાઈ; ‘ટોળું’, ૧૯૭૭) અગણિત માણસોના ટોળાના વિવિધ આકારોમાં ઘસડાતો વિવશ નાયક નૈઋત્ય દિશામાંથી આવતા હુકમનો અનાદર કરી પોતાની આગવી ચાલે ચાલવા મથે છે, તેમાં નિષ્ફળ જતાં તે પોતાના અસ્તિત્વને મિટાવી દેવા ચાહે છે પણ પ્રબળ જિજીવિષા તેમ થવા દેતી નથી - એવું નિરૂપણ કરતી વાર્તામાં પ્રતીકનો વિનિયોગ ધ્યાન ખેંચે છે.
ર.