ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ન/નવી આંખે જૂના તમાસા
નવી આંખે જૂના તમાસા
કનૈયાલાલ મુનશી
નવી આંખે જૂના તમાસા (કનૈયાલાલ મુનશી; ‘મારી કમલા અને બીજી વાતો’, ૧૯૨૧) વાર્તાનો નાયક ‘હું’ પૂર્વજોની કારકિર્દી તરફ પુષ્કળ તિરસ્કાર ધરાવનારા પોતાના ગુરુ મિ. રેવડિયાને સ્વર્ગમાં પણ સુધારો કરવા ગયેલા કલ્પે છે. વશિષ્ઠથી માંડીને સાવિત્રી સુધીનાં પાત્રોના નવા વિચારોથી સર્જાયેલી પરિસ્થિતિનો તરંગ જુએ છે. જૂના વિચારો પરત્વેનો વિવેકહીન દ્વેષ અને નવા વિચારો પરત્વેનો વિવેકહીન ઉત્સાહ એ બંનેની અહીં પ્રચ્છન્નપણે ઠેકડી ઉડાડવામાં આવી છે.
ચં.