ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ન/નીલીનું ભૂત
નીલીનું ભૂત
ગુલાબદાસ બ્રોકર
નીલીનું ભૂત (ગુલાબદાસ બ્રોકર; ‘બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૭૫) લગ્નેતર પુરુષમૈત્રીને કારણે મિત્રવર્તુળમાં બદનામ નીલી વિશે શશીકાન્ત ગમે તેમ બોલે છે. મોડી રાતે ઘેર જતાં તેને નીલીના ભૂતના ભણકારા વાગે છે. ઘેર પહોંચતાં તેને તાવ ચઢી આવે છે. નીલી સાથે લગ્નેતર સંબંધ રાખનાર શશીકાન્તને શારીરિક તેમ જ માનસિક યંત્રણાનો ભોગ બનાવી કાવ્યન્યાય દર્શાવતી કૃતિનું વસ્તુવિધાન પ્રસ્તારી છે.
ર.