ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ન/નોખું ખોરડું

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નોખું ખોરડું

રમેશ ર. દવે

નોખું ખોરડું (રમેશ ર. દવે; ‘ગૂર્જર ગ્રામચેતનાની નવલિકાઓ’, સં. રઘુવીર ચૌધરી અને અન્ય, ૧૯૯૮) નાનકો બચપણથી ભાભીની આસપાસ ઊછર્યો છે અને એમની દેહગંધથી આકર્ષાતો રહ્યો છે. તેના મોટા ભાઈ સાધુ થઈ જતાં પ્રગટ રૂપે નાનકો ‘લક્ષ્મણ જતિ’ બની રહે છે પણ ભાભી એના મનને જાણે છે અને એ વાતે મૂંઝાય છે કે પોતાની તરફ ઢળેલા નાનકાને કોઈ જુવાનડી નજરમાં વસતી નથી. નાનકો પણ ભાભી જો મા મટી ન જવાનાં હોય તો આગળ વધવા તૈયાર છે. એક આધેડ વયની સ્ત્રી અને તેના પુત્રવત્ ઉંમરલાયક દિયરના સંકુલ રાગાવેગની જોડાજોડ માતૃભાવના નિરૂપણથી જે અવઢવ સરજાઈ છે તે આસ્વાદ્ય નીવડી છે.
ઈ.