ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બારણું
બારણું
હિમાંશી શેલત
બારણું (હિમાંશી શેલત; ‘એ લોકો’, ૧૯૯૭) સવલીને ખુલ્લી, કાદવિયા જગ્યામાં સંડાસ જવું ગમતું નથી. સિનેમામાં ગુલાબી લાદીવાળો બાથરૂમ જોયેલો એ પછી ઘસાઈ ગયેલા કંતાનવાળા નાવણિયામાં નહાતાં કોક જોઈ જશે, જોતું હશે - ની શંકા-ભીતિ રહે. આ સવલી સેવંતીની સાથે મેળો માણવા ગઈ અને ભીડભરી હડવડાટીમાં સેવંતીથી છૂટી પડી ગઈ. કોઈ ભલી બાઈએ એને રડતી રોકીને ઘરે મૂકી આવવાની ધરપત આપી. મોટાં તોતિંગ બારણાંવાળા મકાનમાં આવીને સવલીને તો સંડાસ જવું પડે તેમ હતું. માસીએ સવલીને ફિલ્મમાં જોયો હતો એવો બાથરૂમ બતાવ્યો. બાથરૂમની અંદરનો આગળો જોઈ સવલી હરખાઈ ત્યાં તો બહારથી બારણું બંધ થઈ ગયું. ભલી ભોળી સંકોચશીલ છોકરી દેહવિક્રિયની દુનિયામાં શી રીતે ઝડપાઈ જાય છે તેનું અહીં લાઘવભર્યું નિરૂપણ છે.
ઈ.