ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મણકી ‘મા' બની
મણકી ‘મા’ બની
જશવંત મહેતા
મણકી ‘મા’ બની (જશવંત મહેતા; ધરતી આભ મિનારા’, ૧૯૬૪) માના મૃત્યુ પછી નાના ભાઈ પૂનમિયાને સાચવવાની જવાબદારી મણિ ઉપર આવે છે. સાહેબ રોન પર નીકળ્યા છે ને પૂનમિયો રોતો બંધ થતો નથી. અચાનક મણિને ઉકેલ જડી આવે છે. ભાઈ બહુ રડવે ચડતો ત્યારે મા એને છાતીએ લઈ છાનો કરતી. એ પણ પૂનમિયાને માની માફક છાતીએ વળગાડી છાનો રાખે છે. પિતા કુબેરની આંખે દેખાડાયેલા આ દૃશ્યથી પૂરી થતી વાર્તા બાળમનનાં સંચલનોથી ધ્યાન ખેંચે છે.
ર.