ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મનગમતી કેદ
મનગમતી કેદ
વર્ષા દાસ
મનગમતી કેદ (વર્ષા દાસ; ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકાઓ-૨, સં. રઘુવીર ચૌધરી, ૧૯૯૯) નિશા સૂર્યને ચાહે છે પણ સૂર્ય માટે તો નિશા, પોતાની આજુબાજુ ફર્યા કરતી પૃથ્વી જેવી છે. તે પોતાની પત્ની પુનિતાને છૂટાછેડા આપતો નથી અને નિશાને અપનાવવાની વાત કર્યા કરે છે. પુનિતા આવવાની છે - એ મિશે બંને વચ્ચે ચણભણાટ થાય છે. સૂર્ય જાય છે પછી દરવાજો બંધ કરતી નિશા અનુભવે છે કે આ દરવાજો પોપટના પીંજરાનો એટલે કે ‘મનગમતી કેદ’નો છે. સ્ત્રી-પુરુષના સંબંધની સંકુલતાનું પ્રત્યક્ષીકરણ અહીં સહજતાથી થયું છે.
પા.