ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/માડીજાયાં
માડીજાયાં
રંભાબહેન ગાંધી
માડીજાયાં (રંભાબહેન ગાંધી; ‘મઝધાર’, ૧૯૭૩) ભાઈબહેન સમીર અને સુલોચના સરસ મિત્રો પણ છે. સમીરનાં રૂમા સાથેનાં લગ્ન અને બાના અવસાન પછી રૂમાની કાનભંભેરણીથી સમીર પડોશી દિલીપ સાથેની સુલોચનાની મૈત્રીને શંકાની નજરે જુએ છે. નર્સ તરીકે બીજા સ્થળે બદલી ન થાય ત્યાં સુધી સુલુ દિલીપનાં બા સાથે પુત્રીવત્ રહે છે ને પછી અજાણ્યા સ્થળે ચાલી જાય છે. ભાઈ-બહેનના વિરલ પ્રેમમાં પડેલી તિરાડને ઘેરા રંગે આલેખતી વાર્તામાં સ્ત્રીમાનસનાં નિરૂપણો ધ્યાન ખેંચે છે.
ર.