ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/માતાને ખોળે
માતાને ખોળે
નાથાલાલ દવે
માતાને ખોળે (નાથાલાલ દવે; ‘શિખરોને પેલે પાર’, ૧૯૭૭) આસામના દિબરુ ગામની વહુવારુ સુરમાને જમીનદાર ભુવનમોહન બદદાનતથી પોતાને નિવાસે બોલાવે છે પણ સુરમા એનો હિંમતથી સામનો કરે છે. અંતે ઘરમાંથી તિરસ્કૃત થતાં પિયર જવા જતાં બ્રહ્મપુત્રમાં ડૂબી જાય છે. આસામના પરિવેશમાં મુકાયેલું કથાનક નોંધપાત્ર બન્યું છે.
ચં.