ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સવ્ય-અપસવ્ય
Jump to navigation
Jump to search
સવ્ય-અપસવ્ય
અનિલ વ્યાસ
સવ્ય-અપસવ્ય (અનિલ વ્યાસ, ‘ગુજરાતી નવલિકાચયન: ૧૯૯૬, સં. કિરીટ દૂધાત, ૧૯૯૮) મૃત પિતા પાછળ સરાવવાના વિધિ વખતે જનોઈને સવ્ય-અપસવ્ય કરવાની ક્રિયાની સમાંતરે, પુત્ર કેવલના ચિત્તમાં પિતાનાં બે વિરોધી રૂપો પ્રગટતાં જાય છે. પિતા પ્રત્યેનો તેનો તિરસ્કાર નાના નાના પ્રસંગોના સન્નિધીકરણ દ્વારા ઓગળતો જાય છે. શ્રાદ્ધક્રિયાને અંતે મૃત પિતા સાથેની સગાઈ પૂરી કરી દેનારા પિંડને વહેરવાને બદલે ‘નહીં વહેરું’ કહીને કેવલ શ્રાદ્ધ અધૂરું મૂકી દોડી જાય છે. કેવલની મનોમયતા અને તેનું પ્રગટીકરણ અહીં પ્રતીતિકારક નીવડ્યું છે.
પા.