ગુજરાતી નારીસંપદા : કવિતા/કાંટે ગુલાબ
Jump to navigation
Jump to search
કાંટે ગુલાબ
ભાગીરથી મહેતા
⯐
જાણીને ઝેર પી લેવાં મનવાજી મારા,
કાંટે ગુલાબ થઈ રહેવાં,
બાગબગીચે માળી સંભાળે ઘડી ઘડી,
વગડામાં ફૂલ બની રહેવાં...મનવાજી.
જગનો વહેવાર ભારો સાપે વીંટાયો સારો,
ડંખો સહીને ફૂલ દેવાં... મનવાજી.
દિલના દાવાનળને દિલમાં છુપાવીને,
ચંદાનાં તેજ ઝીલી લેવાં...મનવાજી.
તપસી તપેશ્વર ને જોગી જોગેશ્વર,
સૌએ પીધાં છે ઝેર એવાં... મનવાજી.
ઉરના બગીચામાં ફોરમ બિછાવીને,
ભીતરના તાપ ભારી દેવા... મનવાજી.
***