ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કીર્તિવિજય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કીર્તિવિજય : આ નામે ૭ કડીનું ‘આદિનાથ-સ્તવન’, ૯ કડીનું ‘ઋષભદેવ-સ્તવન’, ૭ કડીનું ‘ચિંતામણિપાર્શ્વનાથ-સ્તવન’ અને ૧૧ કડીની ‘વિજયદેવસૂરિ-સઝાય’ એ ૪ કૃતિઓ (લે.ઈ.૧૬૪૬) મળે છે તે કીર્તિવિજય-૧ની હોવાની સંભાવના છે પણ એ વિશે કંઈ નિશ્ચિત કહેવું મુશ્કેલ છે. ઉપાધ્યાય કીર્તિવિજયને નામે મળતું ૫૩ કડીનું ‘સપ્તતિશત-જિન-સ્તવન’ (૨.ઈ.૧૬૬૭) પણ કીર્તિવિજય-૨નું હોવાનું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]