ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુલમંડન સૂરિ)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કુલમંડન(સૂરિ) [જ.ઈ.૧૩૫૩-અવ. ઈ.૧૩૯૯/સં ૧૪૫૫, ચૈત્ર-] : તપગચ્છના જૈન સાધુ. દેવસુંદરસૂરિના શિષ્ય. દીક્ષા ઈ.૧૩૬૧. સૂરિપદ ઈ.૧૩૮૬. એમનું ‘મુગ્ધાવબોધ-ઔક્તિક’ (૨.ઈ.૧૩૯૪; મુ.) ગુજરાતી ભાષાના માધ્યમ દ્વારા સંસ્કૃત વ્યાકરણને રજૂ કરતી ગદ્યકૃતિ છે. પરંતુ એમાં સર્વત્ર સમાંતર રીતે ગુજરાતી ભાષાપ્રયોગોની પણ નોંધ આપવામાં આવી છે. તેથી એ સમયની ગુજરાતી ભાષાનું વ્યાકરણ પણ આપણને મળી રહે છે. ઈ.૧૪મી સદીની ગુજરાતી ભાષાના અભ્યાસ માટે, આથી, આ કૃતિ મહત્ત્વની બને છે. કુલમંડનસૂરિએ સંસ્કૃતમાં ‘કુમારપાલ-પ્રબંધ’, ‘વિચારામૃતસંગ્રહ’, ‘સિદ્ધાન્તાલાપકોદ્ધાર’, ‘પ્રજ્ઞાપનસૂત્ર’, કેટલીક અવચૂરિઓ અને સ્તવનો પણ રચેલાં છે. જુઓ દેવસુંદરસૂરિશિષ્ય. કૃતિ : ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્ય રત્નમાળા:૧, સં. હરિ હ. ધ્રુવ, ઈ.૧૮૮૯;  ૨. પ્રાચીન ગુજરાતી ગદ્ય સંદર્ભ, સં. જિનવિજયજી, ઈ.૧૯૩૦. સંદર્ભ : ૧. આકવિઓ:૧; ૨. જૈન પરંપરાનો ઇતિહાસ:૩, મુનિશ્રી દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૪; ૩. જૈસાઇતિહાસ; ૪. નયુકવિઓ;  ૫. જૈગૂકવિઓ:૩ (૧); ૬. લીંહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ:૧.[શ્ર.ત્રિ.]