ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયવિજય ગણિ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જયવિજય(ગણિ)-૨ [ઈ.૧૬મી સદી અંતભાગ-ઈ.૧૭મી સદી આરંભ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં ઉપાધ્યાય કલ્યાણવિજયના શિષ્ય. એમનો દુહા-દેશીબદ્ધ ૧૪ ઢાળનો ‘કલ્યાણ-વિજયગણિનો રાસ’ (ર.ઈ.૧૫૯૯/સં. ૧૬૫૫, આસો સુદ ૫; મુ.) હાલરડાને વણી લેતા માતૃવાત્સલ્યના આલેખન, વિસ્તૃત વિદ્યાપ્રશંસા, હિંદીમાં અકબરમિલનપ્રસંગનું નિરૂપણ, વણજારાના રૂપકથી ગુરુની કરેલી પ્રશસ્તિ વગેરે કેટલાક અંશોથી ધ્યાન ખેંચે છે. એ ઉપરાંત, આ કવિએ મથુરાના સંઘવી બિંબુએ કાઢેલા સંઘ વિશે, રસ્તામાં આવતા પ્રજાવર્ગ, વૃક્ષો, તીર્થો વગેરેના નોંધપાત્ર ચિત્રણો ધરાવતા ૯૧ કડીના ‘સમેતશિખરનો રાસ/પૂર્વદેશ ચૈત્યપરિપાટી’ (ર.ઈ.૧૬૦૫/સં. ૧૬૬૧-“સસિરસસુરપતિવરછરઈ”, આતમ એકાદશી, બુધવાર; મુ.), હીરવિજયસૂરિ (અવ.ઈ.૧૫૯૬)નું સંક્ષિપ્ત ચરિત્રનિરૂપણ કરતી ૨૩ કડીની ‘હીરવિજયસૂરિપુણ્યખાનિ-સઝાય’(મુ.), ૧૭ કડીની ‘વિજયસેનસૂરિ-સઝાય’(મુ.) તથા ‘વિજયસેનસૂરિ-લેખ’ (ર.ઈ.૧૬૦૦)એ કૃતિઓ રચેલી છે. કૃતિ : ૧. સમેતશિખર રાસ, પ્ર. ચીમનલાલ ડા. દલાલ, ઈ.૧૯૧૫ (+સં.);  ૨. ઐસમાલા : ૧; ૨. જૈઐકાસંચય (+સં.).; ૩. જૈએરાસમાળા : ૧ (+સં.)}} સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨; મુપુગૂહસૂચી. ૩. હેજૈજ્ઞાસૂચિ :૧.