ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જુગનાથ
Jump to navigation
Jump to search
જુગનાથ [ ઈ.૧૫૪૫માં હયાત]: ભુજંગી છંદની ચાલના ૮ કડીના ‘રામાષ્ટક/રામચરિત’ (ર.ઈ.૧૫૪૩/શકસં. ૧૪૬૪, શ્રાવણ સુદ ૧૧)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત: ૧-૨; ૨. ગૂહાયાદી; ૩. ફાહનામાવલિ : ૨.[કૌ.બ્ર.]