ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ડ/ડુંગરપુરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ડુંગરપુરી [               ]: ભાવપુરીના શિષ્ય. રાજસ્થાનના જોધપુર પાસેના ચિહઠણ ગામમાં તેમનો મઠ છે જે તેમના અવસાન પછી તેમના શિષ્યવર્ગે સ્થાપ્યો છે. આ સંત પૂર્વાવસ્થામાં જેસલમેરના પુરોહિત બ્રાહ્મણ હોવાની વાત મળે છે. ડુંગરપુરી ઈ.૧૯૦૦ આસપાસ થયા હોવાનું તથા વિરમગામ તાલુકાના દેત્રોજ ગામના વણકર હોવાનું નોધાયું છે પરંતુ એ માહિતી અધિકૃત જણાતી નથી. આ કવિનાં પદો (કેટલાંક મુ.)માં સતગુરુના મહિમાનું અને આધ્યાત્મિક અનુભવનું યોગમાર્ગી પરિભાષામાં તથા રૂપકશૈલીએ નિરૂપણ થયેલું છે. કવિની વાણીમાં એક પ્રકારની સચોટતા છે. તેમનાં ઘણાં પદો હિન્દી-રાજસ્થાનીમાં અને કેટલાંક મિશ્ર ભાષામાં તો કેટલાંક ગુજરાતી ભાષામાં મળે છે. ગુજરાતી ભાષાનું તત્ત્વ પાછળથી દાખલ થયું હોય એવું પણ નજરે ચઢે છે. કૃતિ : ૧. અભમાલા; ૨. નકાદોહન; ૩. પરમાનંદ પ્રકાશ પદમાલા, પ્રા. રજનીકાન્ત જે. પટેલ, સં. ૨૦૩૦ (ત્રીજી આ.); ૪. પ્રાકાસુધા : ૧; ૫. યોગ વેદાન્ત ભજન ભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.) (+સં.); ૬. હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦ (+સં.) સંદર્ભ : પ્રીતના પાવા, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૮૩ - ‘રાજસ્થાની લોકસાહિત્ય’. (૧ પદ મુ.).[ચ.શે.]