ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તિલક-૩
Jump to navigation
Jump to search
તિલક-૩ [ ]: જૈન સાધુ. દેવભદ્રના શિષ્ય. સંસ્કૃત ભાષા દ્વારા ને ગુજરાતી દૃષ્ટાંતોની મદદથી વ્યાકરણની સમજૂતી આપતા ‘ઉક્તિસંગ્રહ/ઔક્તિક’ના કર્તા. કવિના ગુરુનું નામ ભૂલથી દેવચંદ્ર પણ નોંધાયું છે. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧; ૩. ગુસાપઅહેવાલ : ૫ - ‘પાટણના જ્ઞાનભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગૂજરાતી સાહિત્ય’, ચીમનલાલ ડાહ્યાભાઈ.[ર.ર.દ.]