ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવશેખર
Jump to navigation
Jump to search
ભાવશેખર [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં વિવેકશેખરના શિષ્ય. ૧૩ ઢાળ અને ૩૩૪ કડીના ‘મેતારજમુનિ-રાસ’ (ર.ઈ.૧૬૨૫), ૮૫૫ ગ્રંથાગ્રના ‘ધનામહામુનિ-સંધિ/ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૫), ૩ ઢાળ અને ૮૦૧ કડીના ‘રૂપસેનરાજર્ષિ-રાસ’ (ર.ઈ.૧૬૨૭/સં.૧૬૮૩, જેઠ સુદ ૧૩; સ્વહસ્તાક્ષરની પ્રત) અને ‘કથાકોશ’ (ર.ઈ.૧૬૩૪) એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૨૦; ૨. ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય; ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. ડિકૅટલૉગભાવિ; ૬. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]