ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણિક-માણિક્ય મુનિ-સૂરિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


માણિક/માણિક્ય(મુનિ) (સૂરિ) : આ નામે ૭ કડીની ‘માંકણ-ભાસ/સઝાય’ (મુ.), ફાગબદ્ધ ‘નેમિ-ચરિત્ર’ (લે.ઈ.૧૭૦૭), ૧૩૫૦ કડીની ‘યશોધરચરિત્ર-સ્તબક’ (લે.ઈ.૧૭૪૨), ૧૮ કડીની ‘રાજિમતી ઉપાલંભ-સ્તુતિ’, ‘આર્દ્રકુમાર-સઝાય’ (લે.ઈ.૧૭૮૨), ‘(શંખેશ્વર) પાર્શ્વનાથ-સ્તવન’, ૭ કડીનું ‘સિદ્ધાચલ-સ્તવન’(મુ.), ૫ કડીની ‘બાહુબલ-સઝાય’, ૨૫ કડીની ‘ઇલાચીકુમાર-સઝાય’, ૨૩ કડીની ‘અણગસવર્ણન-ગીત/આશ કી વેણ’, ‘અમલવર્ધન/અફિણ-સઝાય’, ‘નવતત્ત્વપ્રકરણ-વાર્તિક’ (ર.ઈ.૧૭૭૧) તથા ૮ કડીની ‘ચોવીશ તીર્થંકરની આરતી’(મુ.)-એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા માણિક/માણિક્ય છે તે સ્પષ્ટ રીતે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. જૈરસંગ્રહ; ૨. સમજઝાયમાલા(શ્રા) : ૧. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. જૈમગૂકરચનાએં : ૧; ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]