ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માન(મુનિ)-૨
Jump to navigation
Jump to search
માન(મુનિ)-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. નવલઋષિના શિષ્ય. ૪૨ કડીની ‘સંયોગ-બત્તીસી’ (ર.ઈ.૧૬૭૫/સં.૧૬૩૧, ચૈત્ર સુદ ૬), હિન્દીમિશ્ર ગુજરાતીમાં રચાયેલી ૧૨૬ કડીની ‘જ્ઞાનરસ’ (ર.ઈ.૧૬૮૩/સં.૧૭૩૯, આનંદ માસ-) તથા ‘સવૈયામાન-બાવની’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨). [ર.ર.દ.]