ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનવિજ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


માનવિજ્ય  : આ નામે ૬૨૫ કડીની સ્વોપજ્ઞસ્તબક સહિત ‘આગમપ્રેરણારૂપ-સઝાય’ (ર.ઈ.૧૬૭૮), ૪ કડીની ‘ઋષભજિન-સ્તુતિ’, ‘ચૈત્યવંદન’, ૧૨ કડીનું ‘જિનપૂજાફલ-સ્તવન’, ૪ કડીની ‘પર્યુષણ-સ્તુતિ’ (લે.ઈ.૧૮૧૩; મુ.), ૬૦ ગ્રંથાગ્રની ‘પંચબાણ-સઝાય’ (લે.ઈ.૧૮૨૬), ૬૧ કડીનું બાલાવબોધ સહિતનું ‘પ્રતિભાસ્થાપન-સ્તવન’, ‘સામયિકદોષ-સઝાય’ તથા ૫ કડીનું ‘સીમંધરજિન-સ્તવન’ (લે.ઈ.૧૮૧૩) મળે છે. આ ઉપરાંત ઉપાધ્યાય અને વાચકની પદવી ધરાવતા માનવિજ્યને નામે ૫ કડીની ‘અધ્યાત્મશ્રીઋષભદેવ નમસ્કાર’(મુ.), ૫ કડીનું ‘ગૌતમસ્વામીનું પ્રભાતિયું’(મુ.) તથા ૧૧ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય’(મુ.) તથા માનવિજ્ય પંડિતના નામે ૪ કડીની ‘નવતત્ત્વ-સ્તુતિ’(મુ.) મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા માનવિજ્ય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈકાપ્રકાશ : ૨; ૩. દેસ્તસંગ્રહ; ૪. પ્રાત:સ્મરણ, પ્ર. પોપટલાલ સા. શાહ, ઈ.૧૯૩૧; ૫. સસન્મિત્ર. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]