ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માન મુનિ-૧-માનવિજ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


માન(મુનિ)-૧/માનવિજ્ય [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યાનંદસૂરિની પરંપરામાં શાંતિવિજ્યના શિષ્ય. આ કવિની કૃતિઓ આ મુજબ છે : હેમચંદ્રસૂરિકૃત ૩૪૨૫ ગ્રંથાગ્રની કૃતિ પર ૩૬૦૦ ગ્રંથાગ્રનો ‘ભવભાવના-બાલવબોધ’ (ર.ઈ.૧૬૬૯), ૨૧ કડીનું ટબાસહિત ‘સુમતિકુમતિ (જિનપ્રતિમા)-સ્તવન’ (ર.ઈ.૧૬૭૨), ૧૭ કડીનો ‘ગુરુતત્ત્વપ્રકાશ-રાસ’(ર.ઈ.૧૬૭૫; મુ.), ૧૪ ઢાળ અને ૭૫ કડીનું ‘તત્ત્વવિચારબોધકસપ્તનયવિચારગર્ભિત-સ્તવન/સપ્તનયવિવરણરાસ’(ર.ઈ.૧૬૭૫ આસપાસ; મુ.), ૧૩૫૦ સર્વગ્રંથાગ્રનો ‘નવતત્ત્વપ્રકરણ-બાલાવબોધ’ (ર.ઈ. ૧૬૭૯), ઉત્તરાધ્યયનસૂત્ર-બાલાવબોધ (ર.ઈ.૧૬૮૩/સં.૧૭૪૧, પોષ સુદ ૧૩), ૧૦ કડીની ‘આઠ મદની સઝાય’(મુ.), ૪ ઢાળનું ‘આદિત્યનાથ-સ્તવન’ ૨૫ કડીનું ૪ ઢાળમાં વિભાજિત ‘આંબિલતપશ્રીસિદ્ધચક્ર-સ્તવન’ (મુ.), ૮૫ કડીનું ‘ગુણસ્થાનગર્ભિત શાંતિનાથવિજ્ઞપ્તિરૂપ-સ્તવન’, ‘ચોવીશ જિનનમસ્કાર’, ‘ચોવીશી’(મુ.), ૩૦ કડીનો ‘નમસ્કાર-છંદ’(મુ.), ૫૬ કડીની ‘નમસ્કાર-સઝાય’, ‘પચ્ચકખાણ-સઝાય’, ૯ કડીની ‘પાર્શ્વનાથસ્થવિર-સઝાય’, ૩૩ ‘ભગવતીસૂત્રની સઝાયો/સઝાયસંગ્રહની પોથી’ (મુ.-આમાંની કેટલીક સઝાયો સ્વતંત્રરૂપે પણ મુદ્રિત છે), ૧૭ કડીની ‘માર્ગાનુસારી ગુણી સઝાય’(મુ.), ૬ ઢાળ ને ૫૩ કડીનું ‘શ્રાવકના બારવ્રતની સઝાય’ (મુ.), ‘મોહરાજકથાગર્ભિત જિનને વિનંતિરૂપ મહાવીરજિન-સ્તવન’ (મુ.) ૧૧ કડીની ‘શ્રાવકના ૨૧ ગુણની સઝાય’ (મુ.) ૫૬ કડીની ‘શ્રાવકના બારવ્રતની સઝાય’ (મુ.) ૧૭ કડીની ‘શ્રી-સઝાય’, ૭ કડીની ‘સાધુગુણ-૨૧ સઝાય’ તથા સંસ્કૃતગ્રંથ ‘ધર્મસંગ્રહ’. કૃતિ : ૧. ઉપદેશમાળા પ્રકરણ, પ્ર. જૈન શ્રેયસ્કર મંડળ, ઈ.૧૯૦૯; ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. જિસ્તકાસંદોહ : ૨; ૪. જૈકાસંગ્રહ; ૫. જૈગૂકવિઓ : ૧; ૬. જૈરસંગ્રહ; ૭. જૈસસંગ્રહ(જૈ); ૮. જૈસસંગ્રહ(ન); ૯. નસ્વાધ્યાય; ૧૦. મોસસંગ્રહ;  જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડ, મે ૧૯૧૭-‘સાતનયનો રાસ’, સં. મોહનલાલ દ. દેશાઈ. સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૩; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પાંગુહસ્તલેખો;  ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. કૅટલૉગગુરા; ૮. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૯. જૈહાપ્રોસ્ટા; ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. લીંહસૂચી; ૧૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]