ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મૂલપ્રભ
Jump to navigation
Jump to search
મૂલપ્રભ [ ] : જૈન સાધુ. ઢાળ બંધમાં લખાયેલી ‘ગજસુકુમાલસંધિ’ (ર.ઈ.૧૪૯૭(?)ના કર્તા. કૃતિના આરંભ-અંતમાં કર્તાનામનો નિર્દેશ નથી, પરંતુ ‘જૈન ગૂર્જર કવિઓ : ૧’ અને ‘જૈન સાહિત્યનો ઇતિહાસ’ ‘ગજસુકુમાલ-સંધિ’ના કર્તા તરીકે ‘મૂલપ્રભ’ નામ સૂચવે છે, જ્યારે ‘જૈન ગૂર્જર કવિઓ : ૩’માં ‘મૂલપ્રભ’ નામ વિશે પ્રશ્ન કરી ‘ભાવપ્રભ’ નામ સૂચવાયું છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [કી.જો.]