ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોહન મોહન મુનિ-મોહનવિજ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મોહન/મોહન(મુનિ)/મોહનવિજ્ય [                ] : જૈન સાધુ. મોહનને નામે હિન્દી-ગુજરાતી-મિશ્ર ભાષામાં ૧૬૨ દુહામાં રચાયેલી ‘ષષ્ટિશતકના દોહા/ષષ્ટિશતક ભાષા-દુહા’ (લે.ઈ.૧૮૭૫), ૫ કડીનું ‘અજિતનાથ-સ્ત્વન’(મુ.), ૬ કડીનું ‘શાંતિનાથજિન-સ્તવન’(મુ.), ૨૬ કડીની ‘રુક્મિણીની સઝાય’(મુ.), ૭ કડીની જંબૂસ્વામી વિષયક ‘ગહૂંલી’(મુ.), મોહનમુનિને નામે ૨૭ કડીની ‘ખંધકઋષિ-સઝાય’ (લે.ઈ.૧૮૪૨; મુ.) અને મોહનવિજ્યને નામે ૯ કડીની ‘વિજ્યક્ષમાસૂરિ-સઝાય’(મુ.), ૪ કડીની ‘વિમલાચલ-વસંત’ (લે.સં. ૧૯મું શતક અનુ.)-એ કૃતિઓ મળે છે, પણ તે કયા મોહન/મોહન(મુનિ)/મોહનવિજ્ય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. નાનજી સાધુને નામે મુકાયેલું ૫ કડીનું ‘ઋષભજિન-સ્તવન’ મોહન(મુનિ) અથવા નારાયણની કૃતિ જણાય છે. જુઓ નરાયણ. કૃતિ : ૧. ઐસમાલા : ૧; ૨. ગંહૂલી સંગ્રહનામા : ૧, પ્ર. ખીમજી ભી. માણેક, ઈ.૧૮૯૧; ૩. જિનગુણપદ્યાવલી, પ્ર. જૈન શ્રેયસ્કર મંડળ, ઈ.૧૯૨૫; ૪. જિભપ્રકાશ; ૫. જિસ્તસંગ્રહ; ૬. જૈરસંગ્રહ; ૭. જૈસસંગ્રહ(ન); ૮. મોસસંગ્રહ; ૯. સજઝાયમાલા (શ્રા) : ૧; ૧૦. સજ્ઝાયમાાળા (પં); ૧૧. સમન્મિત્ર (ઝ). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]