ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીરત્ન
લક્ષ્મીરત્ન : આ નામે ૧૮ કડીની ગૌતમ ગુરુ પાસે અઇમત્તામુનિએ કરેલા ચારિત્રગ્રહણ પ્રસંગને સંક્ષેપમાં નિરૂપતી ‘અઇમત્તામુનિની સઝાય’(મુ.), ૧૦ કડીની બાવીસ પ્રકારની અભક્ષ્ય વાનગીઓને ત્યજવાનો બોધ કરતી ‘અભક્ષ્ય અનંતકાયની સઝાય/અભક્ષ્ય-સઝાય’(મુ.), ૬ કડીની ‘શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિની સઝાય’(મુ.), ૬ કડીની ‘ગહૂંલી’ (લે.સં. ૧૯મી સદી અનુ.) અને ૧૦ કડીની ‘નવતત્ત્વના ૩૬ બોલની સઝાય’ (લે.સં. ૧૯મી સદી અનુ.) કૃતિઓ મળે છે પણ તે કયા લક્ષ્મીરત્નની છે તે નિશ્ચિતપણે કહી શકાય એમ નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈપ્રાસ્તસંગ્રહ; ૩. જૈસમાલા(શા) : ૩; ૪. જૈસસંગ્રહ(ન); ૫. પ્રાસપસંગ્રહ : ૧; ૬. મોસસંગ્રહ; ૭. સઝાયમાલા : ૧ (શ્રા); ૮. સઝાયમાળા(પં); ૯. સસન્મિત્ર(ઝ). સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]