કસબજન્ય કૃતિ (Artefact) : ઉપલબ્ધ એવાં કલાસ્વરૂપો, રચનારીતિ આદિના રૂપાન્તર દ્વારા કસબના પરિણામ રૂપે જન્મતી કૃતિ. કૃતિના સમગ્ર સ્વરૂપ અને વસ્તુને ઉપસાવે તેવો કસબ કૃતિને ઉપકારક છે પરંતુ ‘યુક્તિ, કસબ (Artifice)ની અતિશયતા (વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ‘વિવેચના’, પૃ.૨૨૨) કૃતિને બાધક નીવડે છે.
પ.ના.