ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાલવ્યુત્કમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કાલવ્યુત્ક્રમ/કાલદોષ/કાલવિપર્યાસ (Anachronism) : સાહિત્યકૃતિમાં કોઈક પ્રસંગ, દૃશ્ય, પાત્ર કે શબ્દને તેના સાચા ઐતિહાસિક સમયમાં ન રજૂ કરતાં જુદા જ ઐતિહાસિક સમયમાં ભૂલથી કે સહેતુક રજૂ કરવા તે. આ મુજબનો સમયનો ભેદ અજાણતાં થયો હોય ત્યારે તે દોષ બને છે. કેટલીક સાહિત્યિક કૃતિઓમાં અને મહદ્ અંશે વિજ્ઞાનકથાસાહિત્યમાં આ પ્રવિધિનો સહેતુક વિનિયોગ કરવામાં આવે છે. ચં.ટો.