ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રયોગવાદ
Jump to navigation
Jump to search
પ્રયોગવાદ(Experimentalism) : વીસમી સદીમાં સાહિત્યક્ષેત્રે તેમજ કલાક્ષેત્રે મહત્ત્વના લક્ષણ તરીકે પ્રવર્તેલો આ વાદ સતત પ્રસ્થાપિત સાહિત્યપરંપરા કે કલાપરંપરાથી ઉફરાટે ચાલ્યો છે અને અનેકવિધ નવીન રીતિઓથી તિર્યક્ અભિવ્યક્તિઓ શોધતો રહ્યો છે. દાદાવાદ, અભિવ્યક્તિવાદ, ભવિષ્યવાદ, પરાવાસ્તવવાદ જેવી એક પછી એક ચાલેલી આધુનિક ઝુંબેશો દરમ્યાન સ્થગિત થયેલાં સ્વરૂપો પર આકરા પ્રહારો થતાં અનેક નવી વિભાવનાઓ અસ્તિત્વમાં આવી છે.
ચં.ટો.