ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બહુવાદ
બહુવાદ (Pluralism) : સાહિત્ય અંગે વિવિધ અભિગમો, સિદ્ધાન્તો અને પદ્ધતિઓ આજે વિકસેલી છે. કોઈ એક માર્ગ સાહિત્યને સંપૂર્ણ પોતાની સમજમાં સમાવી લે એ અશક્ય છે. દરેક માર્ગની સમજ અને એનાં તારણ આંશિક હોવાનાં. આ કારણે સાહિત્યના આકલન માટે કોઈ એક માર્ગને વિવેકહીન રીતે વળગી ન રહેતાં અન્ય માર્ગો તરફનાં સમભાવ અને સહિષ્ણુતા જરૂરી છે. આનો અર્થ એ નથી કે શિથિલ ઉદારવૃત્તિ કે સંદર્ભવાદનો જયજયકાર કરવાનો છે. પણ એક તર્કસંગત સંવેદનશીલ બહુવાદ વિકસાવવાનો રહે છે.
ચં.ટો.