ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાવમુદ્રા
Jump to navigation
Jump to search
ભાવમુદ્રા(Mood) : ભાવમુદ્રા ચિત્તની સ્થિતિ, લાગણી કે ભાવસ્થિતિને નિર્દેશે છે. સાહિત્યકૃતિની ભાવમુદ્રા કૃતિના વાતાવરણને દર્શાવે છે. કેટલીક સાહિત્યકૃતિઓમાં વસ્તુસંકલનાની પરિવર્તિત પરિસ્થિતિઓ ઉપસાવવા ભાવમુદ્રાનાં પરિવર્તનો હોય છે.
ચં.ટો.