ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/માહિતીપૃષ્ઠ
Jump to navigation
Jump to search
માહિતીપૃષ્ઠ(Credit page) : પુસ્તકની મૂળ સામગ્રી ઉપરાંતનાં આરંભનાં પૃષ્ઠો પૈકી મુખપૃષ્ઠ પછી બીજા ક્રમે ડાબી બાજુ આવતું પાનું. તેમાં પુસ્તકની, નામ, સ્વરૂપ-પ્રકાર, ગ્રન્થાલયવર્ગીકરણક્રમાંક, પ્રકાશન-માસ-સાલ, આવૃત્તિક્રમાંક, મુદ્રણઅધિકાર, કિંમત, પ્રકાશક-મુદ્રક-વિતરક-પ્રૂફવાચક તથા આવરણચિત્રકર્તાનાં નામ-સરનામાં તેમજ ગ્રન્થને જો મળી હોય તો સદ્ભાવ-સહાયના નિર્દેશની વીગતોનો સમાવેશ થાય છે. પુસ્તકની આંતરિક સામગ્રીથી અલગ એવી પરંતુ પુસ્તકના બાહ્ય કલેવર તેમજ તેના નિર્માણ સંબંધી પ્રાથમિક તથા આવશ્યક વીગતો ધરાવતું માહિતીપૃષ્ઠ વ્યાવહારિક ભૂમિકાએ તેમજ કાયદાકીય ભૂમિકાએ અત્યંત ઉપયોગી નીવડે છે. ર.ર.દ.