The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
લઘુપ્રબંધ(Monograph) : મૂળમાં ગ્રીક શબ્દ ‘મોનોગ્રાફ’નો અર્થ ‘એક લેખન’ થાય છે; એટલેકે આ સંજ્ઞા કોઈ એક ચોક્કસ વિષય પર વૈજ્ઞાનિક અને વિદ્વત્તાપૂર્ણ રીતે થયેલા લેખનને સૂચવે છે. લેખન સવીગત અને સપ્રમાણ હોય એ પણ એની નિહિત શરત છે.
ચં.ટો.