ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શબ્દસર
Jump to navigation
Jump to search
શબ્દસર: ૧૯૯૦માં કિશોરસિંહ સોલંકીના તંત્રીપદે શરૂ થયેલું માસિક. સર્વ સ્વરૂપલક્ષી સામયિક લેખે આ સામયિકમાં તમામ સ્વરૂપોના લખાણો પ્રગટ થાય છે. નવોદિતોને મંચ આપવાનું એનું પ્રયોજન હતું. ૨૦૧૨થી આ સામયિકમાં જોડાયેલા સંપાદકો અજય રાવલ, ઋચા બ્રહ્મભટ્ટે એનો ઘાટ બદલવાનો પુરુષાર્થ આરંભ્યો છે. શબ્દસરના સર્જક સુન્દરમ્, ચિનુ મોદી, ઉપેક્ષિતોનું સાહિત્ય, નિબંધ અને કલા વિષયક વિશેષાંકો ધ્યાનપાત્ર છે. અભ્યાસલેખો, કૃતિસમીક્ષાઓ, કલાકારોની ટૂંકી મુલાકાતો પ્રસિદ્ધ કરીને હાલ આ સામયિક ધ્યાનાર્હ બની રહ્યું છે.
કિ. વ્યા.