ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ)/હસ્તપ્રતસૂચિઓની સૂચિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
હસ્તપ્રતસૂચિઓની સૂચિ
ઍલ્ફાબેટિકલ લિસ્ટ ઑફ મેન્યુસ્ક્રિપ્ટ્સ ઇન ધ ઑરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, બરોડા/કમ્પાઈલ્ડ બાઇ રાઘવન નમ્બીયાર. બરોડા : ઑરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ. ભા. ૨, ૧૯૫૦. પૃ. ૧૦+૭૪૪થી ૧૬૫૩. [નોંધ: સામગ્રી વિષયવિભાગવાર અને કૃતિના અકારાદિક્રમમાં ગોઠવાયેલી છે.]
કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહની સૂચિ/તૈયાર કરનાર હીરાલાલ ત્રિભોવનદાસ પારેખ. અમદાવાદ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ૧૯૩૦. પૃ. ૩૬+૨૪૦+૫૧. [ નોંધ : ગ્રંથના અંતે અકારાદિક્રમમાં કર્તાસૂચિ, કૃતિસૂચિ તેમ જ ગ્રંથોની સાલવારી સૂચિ આપેલી છે.]
કૅટલૉગ ઑફ મરાઠી, ગુજરાતી, બંગાલી, આસામી, ઓરીયા, પુસ્તુ એન્ડ સિન્ધી મેન્યુસ્ક્રિપ્ટ્સ ઇન ધ લાઇબ્રેરી ઑફ બ્રિટિશ મ્યુઝિયમ/કમ્પાઈલ્ડ બાઈ જેઈમ્સ ફુલર બ્લુમહાર્ટ. લંડન : લોંગમેન્સ, ૧૯૦૫.
ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી (સને ૧૯૩૭ સુધી)/સંગ્રાહક કેશવરામ કાશીરામ શાસ્ત્રી. અમદાવાદ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ૧૯૩૯. પૃ. ૪૮+૩૫૧. [નોંધ: કર્તાઓની તથા અજ્ઞાતકર્તૃક કૃતિઓની અકારાદિક્રમે માહિતી નોંધાયેલી છે. તે ઉપરાંત કૃતિઓની સાલવાર અનુક્રમણિકા તેમ જ કૃતિનામની અકારાદિસૂચિ પણ આપવામાં આવી છે.]
જૈન ગૂર્જર કવિઓ/સંગ્રાહક મોહનલાલ દલીચંદ દેસાઈ. મુંબઈ : જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ ઑફિસ. ભા. ૧, ૧૯૨૬. પૃ. ૨૪+૩૨૦+૬૫૬. ભા. ૨, ૧૯૩૧. પૃ. ૨૩+૮૨૨. ભા. ૩, ખંડ–૧, ૧૯૪૪. પૃ. ૧૦૯૨. ભા. ૩, ખંડ–૨, ૧૯૪૪. પૃ. ૨૩૪૦. [નોંધ : દરેક ખંડના અંતે કર્તા તેમ જ કૃતિઓની અકારાદિ સૂચિઓ છે.]
જૈન–હાન્ડશ્રીપ્ટેન ડેર પ્રોઇસિશેન સ્ટાટસબિબ્લિઓથેક/સંપા. વાલ્થેર શુબિંગ. લિપ્ઝીગ : ઓટો હૅરેસોવિટ્ઝ, ૧૯૪૪. પૃ. ૧૩+૬૪૭ (જર્મન ભાષામાં). [નોંધ : કૃતિનામ અને વ્યક્તિનામની સૂચિ ગ્રંથના અંતે આપેલી છે.]
ડિસ્ક્રિપ્ટિવ કૅટલૉગ ઑફ ધ ગવર્નમેન્ટ કલેક્સન્સ ઑફ મેન્યુસ્ક્રિપ્ટ્સ ડિપોઝિટેડ એટ ધ ભંડારકર ઑરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. [નોંધ : અનેક ભાગમાં પ્રકાશિત સીરીઝ.]
પાટણ શ્રી હેમાચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમન્દિરસ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર સંપાદક મુનિશ્રી પુણ્યવિજયજી. પાટણ : હેમાચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમન્દિર. ભા. ૧, ૧૯૭૨. પૃ. ૧૧+૬૩૧. [નોંધ : કર્તા કે કૃતિની અકારાદિસૂચિ આપવામાં આવી નથી. ગ્રંથસામગ્રી ૧૩ જ્ઞાનભંડારો સંગ્રહના નોંધણી ક્રમાંક પ્રમાણે ગોઠવવામાં આવી છે.]
ફાર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકોના સંક્ષિપ્ત નામાવલિ/તૈયાર કરનાર અંબાલાલ બુલાખીરામ જાની. મુંબઈ : ફાર્બસ ગુજરાતી સભા. ભા. ૧, ૧૯૨૩. પૃ. ૮+૨૦૦+૭૯. [નોંધ : વિષયસૂચિ, લેખક-સંપાદક આદિની સૂચિ તેમ જ શબ્દસૂચિ આપવામાં આવી છે.] ભા. ૨, ૧૯૨૯. પૃ. ૪૩૩+૨૭. [નોંધ : કૃતિસૂચિ ગ્રંથના અંતે આપવામાં આવી છે.]
ફાર્બસ ગુજરાતી સભાના હસ્તલિખિત ગ્રંથોની નામાવલિ/તૈયાર કરનાર અંબાલાલ બુલાખીરામ જાની અને શંકરપ્રસાદ છગનલાલ રાવળ. મુંબઈ : ફાર્બસ ગુજરાતી સભા, ૧૯૫૬, પૃ. ૧૨૪.
મુનિરાજ શ્રી પુણ્યવિજયજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રત સૂચિ/સંકલન મુનિરાજ શ્રી પુણ્યવિજયજી; સંપાદક વિધાત્રી વોરા. અમદાવાદ : લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃત વિદ્યામંદિર, ૧૯૭૮, પૃ. ૧૨+૮૬૫, [નોંધ : ગ્રંથોની વિષયવાર સૂચિમાં દરેક વિષય હેઠળ અકારાદિક્રમમાં કર્તાનામની ગોઠવણી છે.]
લીંબડીના જૈનજ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિઓનું સૂચિપત્ર/સંગ્રાહક મુનિશ્રી ચતુરવિજયજી. મુંબઈ : જીવણચંદ સાકરચંદ ઝવેરી, ૧૯૨૮. પૃ. ૨૦+૬૪+૧૮૪. [નોંધ: ગ્રંથમાં કૃતિનો અકારાદિક્રમ છે, પણ આગળ કર્તાસૂચિ મુકવામાં આવી છે.]
સેન્સસ ઑફ ઇન્ડીઝ મેન્યુસ્ક્રીપ્ટ્સ ઇન ધ યુનાઈટેડ સ્ટેટ્સ એન્ડ કેનેડા/કમ્પાઈલ્ડ બાઈ એચ. આઈ. પોલમેન. ન્યુ હોવેન : કનેકિટકટ અમેરિકન ઑરિએન્ટલ સોસાયટી, ૧૯૩૮ (અમેરિકન ઓરિએન્ટ સીરીઝ, ૧૨). [નોંધ: આ સૂચિમાં ૪૧ ગુજરાતી હસ્તપ્રતો સામેલ છે.]