ગોવિંદભાઈ રામભાઈ અમીન
Jump to navigation
Jump to search
અમીન ગોવિંદભાઈ રામભાઈ (૭-૭-૧૯૦૯, ૧૬-૬-૧૯૭૯): નાટ્યલેખક, નવલકથાકાર, વાર્તાકાર. જન્મ રામોલમાં. વતન વસો (ખેડા). ૧૯૨૮માં મૅટ્રિક. ૧૯૩૬માં મુંબઈની સિડનહામ કૉલેજમાંથી બી.કૉમ. શેરદલાલનો વ્યવસાય. ચાર દાયકાના લાંબા સમય દરમિયાન સામાજિક સમસ્યાઓને નાટક, નવલકથા અને વાર્તારૂપે નિરૂપતા રહેલા આ લેખકે ‘વાતનું વતેસર’ (૧૯૩૪), ‘રેડિયમ’ (૧૯૩૭), વાર્તા પરથી લખેલ ‘કાળચક્ર' (૧૯૪૦), ‘વેણુનાદ' (૧૯૪૧), ‘હૃદયપલટો’ (૧૯૪૭), ‘તમે નહીં માનો' (૧૯૫૮) જેવા નાટ્ય અને એકાંકીસંગ્રહો આપ્યા છે. ‘માડીજાયો' (૧૯૪૭), ‘બે મિત્રો’ (૧૯૪૩), ‘જૂનું અને નવું' (૧૯૪૭) જેવી નવલત્રયી ઉપરાંત ‘ત્રિવિધ તાપ' (૧૯૪૮), ‘નવનિર્માણ' (૧૯૫૩), ‘પાપી પ્રાણ’ (૧૯૬૬), ‘એક દિન એવા આવશે' (૧૯૭૭) જેવી નવલકથાઓ એમના નામે છે. ‘રંગનાં ચટકાં' (૧૯૪૨) અને ‘ત્રિપુટી' (૧૯૪૬) એમના વાર્તાસંગ્રહો છે.