ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/મૌલાના પીર સૈયદ મોટામીયાં

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મૌલાના પીર સૈયદ મોટામીયાં

ગુજરાતમાં ઈસ્લામીઓનું આગમન થયા બાદ જે ઓલીઆઓ આવી અત્રે વસેલા અને ખ્યાતિ પામેલા તેમાં ચિસ્તીઓનું નામ મશહુર છે; અને એમની માંગરોળની ગાદીએ હમણાં મૌલાના પીર સૈયદ મેટામીયાં બિરાજે છે. એઓ સૈયદ કુટુંબના-સુન્ની પંથના છે. એમના પિતાશ્રીનું નામ પીર સૈયદ કાયમુદ્દીનમીયાં સાહેબ અને માતુશ્રીનું નામ બડી બીબી સાહેબા છે. એમનો જન્મ સન ૧૮૮૨માં કડીમાં થયો હતો; અને લગ્ન સન ૧૮૯૯માં કડી કસ્બામાં થયું હતું. એઓએ બી. એ. સુધીને અભ્યાસ કર્યો છે અને ઉર્દુ, અરબ્બી, ફારસીના ઊંડા અભ્યાસી હોવાની સાથે ગુજરાતી અને હિંદીના પણ સારા જ્ઞાતા છે. ગુજરાતમાં માંગરોળની ગાદી એમના ધર્મકાર્યથી પ્રસિદ્ધ છે; અને એમના અનુયાયી પણ બે લાખ જેટલી મોટી સંખ્યામાં છે. હિંદુ મુસ્લીમનું ઐક્ય સાધવાના એમના પ્રયત્નો પ્રશંસનીય છે; પણ વધારે આનંદજનક અને મગરૂરી લેવા જેવું એ છે કે પિતે સૌને “ઘેર ઘેર ગાય” રાખી ગૌરક્ષા માટે ભારપૂર્વક આગ્રહ કરે છે. વળી તેઓ પોતાના મુરીદોને ઉપદેશ આપીને સંતોષ માનતા નથી પરંતુ તેના વધુ પ્રચારાર્થે ઇસ્લામ મઝહબની વાતો ગુજરાતીમાં ઉતારી તે પુસ્તકરૂપે પ્રકટ કરતા રહે છે. તેમાંય એઓએ લખેલું હઝરત મહમદ પેગમ્બર સાહેબનું જીવનચરિત્ર એક કિમતી પુસ્તક છે; અને અન્ય ધર્મીઓને એમાંથી ઘણું જાણવા શિખવાનું મળી આવશે.

: : એમની કૃતિઓ : :

રસૂલે અરબી (પેગંબર સાહેબનું જીવનચરિત્ર) સન ૧૯૧૦
ઈસ્લામી નીતિશાસ્ત્ર  ”  ૧૯૧૨
જાગો ને જુઓ  ”  ૧૯૧૭
શું ઈસ્લામ રાક્ષસી ધર્મ છે?  ”  ૧૯૨૫
રમજાન શરીફનું ઉમદા ધોરણ  ”  ૧૯૨૬
ગરીબો અને માલદારોને સુલેહનો પયગામ  ”
ખ્વાજા ગરીબ નવાઝ  ”  ૧૯૨૭
Tragedy of Mohrum (ઈંગ્રેજી)  ”  ૧૯૧૫