ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/ચંદુલાલ જેઠાલાલ વ્યાસ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ચંદુલાલ જેઠાલાલ વ્યાસ

એઓ જ્ઞાતે ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ, મૂળ વીરમગામના વતની પણ હાલમાં વઢવાણમાં વસે છે. એમના પિતાનું નામ જેઠાલાલ પુરૂષોત્તમ અને માતાનું નામ બાઈ નાથીબાઈ–તે રાવળ હરજીવનની દિકરી–છે. એમનું લગ્ન સં. ૧૯૫૮ના મહા વદ પાંચમના રોજ ધ્રાંગધ્રામાં સૌ. લલિતા સાથે થયું હતું. એમણે ગુજરાતી સાત ધોરણનો અભ્યાસ ગોંડલની તાલુકા સ્કુલમાં કર્યો હતો; અને ઈંગ્રેજીનો અભ્યાસ ગોંડલ તથા વીરમગામમાં કર્યો હતો. એઓ ‘બહુરૂપી’ અને ‘બિરાદર’ ના તંત્રી અને માલિક છે. રોમાંચક અને ડિટેકટીવ લખાણ તથા વાચન ખાસ એમનો પ્રિય વિષય છે. સને ૧૯૧૪માં એમણે ‘નિઝામશાહીનો વઝીર’ એ નામનું ભેટનું પુસ્તક “પ્રજાબંધુ” પત્રને લખી આપ્યું હતું. એ એમનું લખેલું પ્રથમ પુસ્તક હતું.

: : એમની કૃતિઓ : :

૧. નિઝામશાહીનો વફાદાર વઝીર સન ૧૯૧૪
૨. ચમત્કારિક ગુફા, ભા. ૧–૨  ”  ૧૯૧૮
૩. પંચાસરનો જ્યશિખરી, ભા. ૧–૨  ”  ૧૯૧૯–૨૦
૪. અદ્‌ભુત લૂટારો  ”  ૧૯૨૦
૫. વેર વસૂલ, ભા. ૧–૨–૩–૪  ”  ૧૯૨૦–૨૧
૬. ચમત્કારિક ખૂન  ”  ૧૯૨૨
૭. આગ્રાનો ખજાનો  ”
૮. શેરલોક હોમ્સનાં સાહસ કાર્યો  ”
૯. ભયંકર ભેદ  ”
૧૦. કુટુમ્બીનું કારસ્થાન, ભા, ૧–૨  ”  ૧૯૨૩
૧૧. ભૂલનો ભોગ  ”
૧૨. સોનેરી ટોળી  ”
૧૩. ચાલીસ ચ્હેરાનો માણસ  ”
૧૪. વિપત્તિનું વાદળ  ”  ૧૯૨૪
૧૫. શ્રીમંત સંહારક મંડળ સન ૧૯૨૪
૧૬. ઠગાઈનો ભોગ[1]  ”  ૧૯૨૮
૧૭. વિલાસમાં વિનાશ  ”  ૧૯૨૯
૧૮. પ્રાણ કે પ્રતિષ્ટા  ”
૧૯. જાગીરદાર કે જલ્લાદ?  ”
૨૦. સોરઠનો મુત્સદ્દી વીર [1][2].  ”
૨૧. અદ્‌ભુત ડિટેક્ટીવ  ”  ૧૯૩૧

પાદટીપ :

  1. 1.0 1.1 મૌલિક છે; અને બીજાં તમામ અંગ્રેજી તેમજ મરાઠી પરનાં અનુવાદ છે.
  2. ‘પ્રજાબંધુ’ની ભેટ

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.